GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

શિવરંજની ચાર રસ્તા પાસે આવેલી ટુર્સ ટ્રાવેલ્સનો સંચાલક 12 કરોડનું ફૂલેકું ફેરવી ફરાર, લાખો રૂપિયાની કરી ઠગાઈ

સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલી ટુર્સ ટ્રાવેલ્સનો સંચાલક પેસેન્જરોને સસ્તી દૂબઈની ટ્રીપ કરાવવાની લોભામણી લાલચ આપી ૧૨ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયાની ચર્ચા શરૂ થઈ છે. બે દિવસ અગાઉ પણ આરોપીની ઓફિસમાં પેસેન્જરોએ હોબાળો કરતા અમુક લોકોને ચેક આપ્યા તેમજ અમુક પેસેન્જરોને દૂબઈના વિઝાની ફાઈલ પાસ થઈ ગઈ ટુંક સમયમાં ટૂર થશે તેમ કહી મામલો શાંત પાડયો હતો. બે લાખ રૂપિયાની ઠગાઈ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં લોકોએ લેખિત અરજી આપી ઠગાઈની રજૂઆત કરી છે.  

ટીકિટ

દૂબઈની સસ્તી ટૂરના નામે ૧૫૦૦થી વધુ લોકો પાસેથી એડવાન્સ રકમ છેતરપિંડી      

સેટેલાઈટના શિવરંજની પાસે આવેલી ટુર્સ ટ્રાવેલ્સની ઓફિસના સંચાલકે દૂબઈની સસ્તી ટૂર પેસેન્જર દીઠ માત્ર રૂ.૩૯,૯૯૯ની રકમ જેવી લોભામણી જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચીને શહેરના હજારો નાગરીકોએ બૂંકીગ માટે ઓફિસે પડાપડી હતી. ૧૫૦૦થી વધુ લોકોએ આ ટ્રાવેલ્સ સંચાલકને ત્યાં એડવાન્સ રકમ જમા કરાવી હતી. આ ઉપરાંત આરોપીએ અન્ય ટુર્સ ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી બૂંકીગ લઈ એડવાન્સ રકમ લીધી હતી. આમ, અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના જૂદા જૂદા શહેરોમાં ટ્રાવેલ્સ સંચાલકોએ તેઓના પેસેન્જરોનું બૂંકીગ પણ આ સંચાલકને ત્યાં કરાવી એડવાન્સ રકમ પહોંચતી હતી. 

લોકોએ કરોડો રૂપિયાની રકમ ભરપાઈ કર્યા બાદ તારીખ મુજબ દૂબઈની ટૂર ઉપડતી ન હતી. આમ, અનેક ટૂરો કેન્સલ થતા આરોપીએ દૂબઈના વિઝાની ફાઈલો અટકી હોવાનું બહાનું બતાવ્યું હતું. બે દિવસ અગાઉ પણ ૨૦૦થી વધુ લોકોના ટોળાંએ ઓફિસ પર જઈ હોબાળો મચાવ્યો હતો. તે સમયે આરોપીએ લોકોનો રોષ જોઈને પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે આરોપીએ પૈસા પરત કરવવા માટે અનેક લોકોને ચેક આપ્યા હતા. જ્યારે અમુક લોકોને દૂબઈમાં વિઝાની ફાઈલ કલિયર થઈ જશે તેવી ખાતરી આપી ચારથી પાંચ દિવસમાં ટૂર ઉપાડવાની ખાતરી આપી હતી. આમ, બંને પક્ષે સમાધાન થતા પોલીસ સ્થળ પરથી નીકળી ગઈ હતી. બીજી તરફ આજે સવારે ટ્રાવેલ્સની ઓફિસમાં શટર પડેલા હતા. ટ્રાવેલ્સ સંચાલક ઓફિસે આવ્યો ન હતો અને સ્ટાફ બહાર ઉભો રહ્યો હતો. સ્ટાફના કર્મચારીઓએ કલાકો સુધી રાહ જોયા બાદ ટ્રાવેલ્સ સંચાલક ના આવતા ફોન કરતા જવાબ મળ્યો ન હતો. બીજી તરફ ઓફિસે તપાસ માટે પેસેન્જરોને પણ ઓફિસના શટર પડી ગયાની જાણ થતા તેઓેએ બૂકીંગ કરાવનાર અન્ય પેસેન્જરોને જાણ કરી હતી. આમ, ટ્રાવેલ્સ સંચાલકની ઓફિસની બહાર લોકોના ટોળાં જમા થવા લાગ્યા હતા. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ અરજી થયા બાદ આજે પરેશ ભોગીલાલ નામના અરજદારે બે લાખની ઠગાઈ થયાની અરજી આપી છે. 

READ ALSO

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV