શિવરાજ સળી કરવા ગયા: કમલનાથે મોઢુ તોડી લીધુ અને કહ્યું કે ઘરે જઈને આરામ કરો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારમાં મંત્રીઓના વિભાગોને લઇને રસાકશી થઈ હતી. એનાં પર 15 વર્ષથી શાસન કરતી ભાજપા પાર્ટી હવે વિપક્ષી પક્ષ બની ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથ સરકાર પર આ વિશે નિર્ણય નહીં લેવાના કારણે કટાક્ષ કર્યો છે. અને કમલનાથે એનો જોરદાર જવાબ આપ્યો છે.

શિવરાજ સિંહ ગુરુવારે મીડિયાકર્મીઓથી સાથે રૂબરુ હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પદની શપથ લીધા પછી મંત્રી વિભાગ વગર જ કેબિનેટ બેઠકમાં સમાવેશ થાય છે. વિભાગોની વહેંચણીને લઈને મારામારી ચાલી રહી છે. દિગ્વિજય સિંહ અને જયોતિરાદિત્ય સિંધિયા પોતપોતાનાં સમર્થકોને વિધાનસભાઓ માટે વિભાગમા લાવવા માટે રમતો રમી રહ્યાં છે. શિવરાજે કહ્યું કે મધ્યપ્રદેશના ઇતિહાસમાં એવું પહેલા ક્યારેય બન્યું નથી. આ મુખ્યમંત્રી કમલનાથ પર શરમજનક જેવું છે.

ઉલ્લેખનીય છે કે કમલનાથ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામનાં 6 દિવસ પછી 17 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદની શપથ એકલી લીધી હતી. ત્યારબાદ આઠ દિવસ પછી 25 ડિસેમ્બરે કમલનાથે પોતાના મંત્રીમંડળની નિમણુક કરી. જેમાં 28 વિધાનસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિગ્વિજય સિંહ કહે છે કે વિભાગોની વહેંચણી હજી થોડા દિવસમાં કરવામાં આવશે. શિવરાજે પૂછ્યું કે કમલનાથની સરકાર આખરે કોણ ચલાલે છે. તેમણે આ બાબત પર ચિંતા વ્યક્ત કરી કે જે મંત્રી કોઈ જૂથમાં નહીં માટે તેમની ગતી અટકી જશે.

તેનો જવાબ આપતા કમલનાથે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણને પોતાની પાર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાને માટે યોગ્ય પદ શોધવું જોઈએ. તેઓ હજુ સુધી તેમની પાર્ટીમાં નેતા પ્રતિવાદી કે પછી અન્ય પદ નક્કી કરી શક્યા નથી. કમલનાથે કહ્યું કે અમારી સરકારને હજુ 10 દિવસ થયા નથી. અમે અમારૂ વચન જરૂર પૂર્ણ કરીશું.

કમલનાથે આગળ કહ્યું કે જનતાએ ભાજપ સરકારને 15 વર્ષ આપ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા છે એટલે કે મતદારોએ તમને ઘરે બેસવા માટે કહ્યું છે. અમને પાંચ વર્ષ માટે લોકોએ મોકો આપ્યો છે. કમલનાથે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ એટલા ઝડપથી બેચેન ન થાઓ. તેઓ માત્ર ચર્ચામાં રહેવા માટે આવી બકબક કરે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter