GSTV
ANDAR NI VAT

જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા

સાલ 2012માં ભાજપની એક બેઠકમાં લાલકૃષ્ણ અડવાણીએ શિવરાજસિંહ ચૌહાણના વખાણ કરી તેમને મોદી કરતા બહેતર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. તેમને ભાજપે આજે સંસદીય બોર્ડમાંથી બહાર કરી દીધા છે. જાણે કે તેમની રાજકીય કારકિર્દી સમાપન તરફ લઈ જવાના સંકેત આપી દીધા છે. શિવરાજસિંહ ચૌહાણ ભાજપના એક માત્ર એવા નેતા છે જે 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પહેલાથી મુખ્યમંત્રી હોય તેવા પણ એક માત્ર નેતા છે. આજે તેઓ મોદી-શાહના જમાનામાં પોતાની ખુરશી બચાવવા કટ્ટર હિંદુવાદી બની ગયા છે, પણ એક સમયમાં તેમની છબિ ઉદારવાદી હતી. તેઓ જૂના જમાનાના રાજાઓની જેમ રાત્રીચર્યા કરવા નીકળતા અને ચાની કિટલી પર ઊભા-ઊભા ચા પીને સામાન્ય લોકોને સાંભળતા. આજે એ શિવરાજસિંહ નથી રહ્યા, હવે તે બુલડોઝર મામા બની ગયા છે. એક સમયે તેમની તુલના મોદી સાથે થતી. તેમને અને નરેન્દ્ર મોદીને ઓગસ્ટ-2013માં એકસાથે સંસદીય બોર્ડમાં પ્રવેશ મળેલો. તેમને પાર્લામેન્ટરી બોર્ડની બહાર કાઢી મૂકીને સંકેત આપી દેવાયો છે કે મધ્ય પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીએમ પદનો ચહેરો નહીં હોય.

READ ALSO

Related posts

‘રાવણ છે કે અલાઉદ્દીન ખિલજી’- આદિપુરુષના રાવણના વિરોધમાં સોશિયલ મીડિયા છલકાયું

Hardik Hingu

વાહ, આ ગામના લોકો રોજ બે કલાક ટીવી – મોબાઈલ બંધ રાખી એકબીજાને મળવા ભેગા થાય છે

Hardik Hingu

વૈશ્વિક અર્થતંત્ર માટે આ સાત દેશ વિકાસના એન્જિન સમાન

HARSHAD PATEL
GSTV