GSTV
Home » News » નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Shivraj Singh warnes collector

લોકસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓના નેતા સતત બયાનબાજી કરી રહ્યા છે અને એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આવી બયાનબાજીમાં કેટલાક નેતાઓની જીભ પણ લપસી રહી છે. હવે મઘ્ય પ્રદેશ બીજેપીના અધ્યક્ષ રાકેશસિંહને જ જોઈ લ્યો, તેમણે એક જનસભાને સંબોધિત કરતા કઈક એવું બોલી ગયા કે હવે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

હકીકતમાં બીજેપી નેતા રાકેશસિંહ કોંગ્રેસ અને મધ્ય પ્રદેશમા પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ ઉપર હુમલો કરી રહ્યા હતા અને ભગવાના વખાણ કરી રહ્યા હતા. પરંતુ તેમની જીભ લપસતા અર્થનો અનર્થ થઈ ગયો. તેમણે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું- ભગવો કોઈ દિવસ આતંકવાદ નથી હોતો, ભગવા ધારણ કરવાવાળો ક્યારેય આતંકવાદી નથી હોતો. આતંકવાદી તો ત્યાગ, તપસ્યા અને બલિદાનનો પ્રતીક હોય છે.

તેમણે આગળ કહ્યું કે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવે છે ત્યારે કોંગ્રેસના નેતા અને દિગ્વિજયસિંહ જગ્યા-જગ્યાએ ભગવાની શરણમાં નતમસ્તક થતા નજરે પડે છે. રાકેશસિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપીએ માલેગાંવ બમ્બ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલ બેઠક પર ટિકિટ આપી છે.

જ્યારે બીજી તરફ ઉમરેઠમાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી નહી મળતા મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે ચેતવણી આપી છે, તેમણે એક ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી ઉતરવા નથી દેતી, મમતા દીદી પછી મધ્ય પ્રદેશમાં કમલનાથ દાદા નથી ઉતરવા દેતા. સત્તાના ઘમંડમાં એવી રીતે ન રહો.. યે કઠપુતળી કલેક્ટર શાંભળી લે રે, અમારા દિવસો પણ આવશે, ત્યારે તારૂ શું થશે.

READ ALSO

Related posts

આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી

Path Shah

મોદીના ફરી પીએમ બનવાના ચાન્સ સામે પાકિસ્તાનને લાગ્યો આ ડર, નહોતું ઇચ્છતું કે ભાજપ ફરી જીત

Path Shah

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!