મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અત્યારથી જ સીએમ હાઉસમાંથી બોરીયા-બિસ્તરા બાંધવા માંડ્યા ?

મધ્યપ્રદેશમાં ચૂંટણી તો પતી ગઇ પણ હવે લેટર વોર ખત્મ થવાનું નામ નથી લઇ રહ્યું. અને એક આવો જ લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે મધ્યપ્રદેશનું સીએમ હાઉસ પણ ડગમગી ગયું છે. કારણ કે આ વખતે શિવરાજ સિંહ ચૌહાણ પોતાનું સીએમ નિવાસસ્થાન ખાલી કરી રહ્યા હોવાની ખબર વાયરલ થઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ બીલમાં ન માત્ર શિવરાજ સિંહ ચૌહાણનું નામ છે, પરંતુ જે ઘરમાં સામાન શિફ્ટ કરવાનો છે તેમાં સરનામું સીએમ હાઉસનું લખવામાં આવ્યું છે. સાથે જ શિવરાજના દિકરા કાર્તિકેયનું મેઇલ આઇડી પણ તેમાં લખેલું છે.

બિલમાં સામાન મહારાષ્ટ્રના ગોંદિયા મોકલવામાં આવી રહ્યો હોવાનું જણાઇ આવે છે. જેનો ખર્ચ 15 લાખ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે શું છે આ બિલની સત્યતા ? સામે આવ્યું છે કે વાયરલ થઇ રહેલા બિલમાં કંપનીના લોગો સિવાય કોઇ પણ વસ્તુ સત્ય નથી. કંપની પાસે પણ આ વાયરલ બિલની માહિતી આવી હતી. જે પછી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

કંપનીના કર્મચારીઓએ પણ બતાવ્યું કે વાયરલ થઇ રહેલું બિલ કેવી રીતે કંપનીના બિલથી અલગ છે. વાયરલ થઇ રહેલા બિલમાં કંપનીનો લોગો ડાબી બાજુ છે જ્યારે અસલમાં કંપનીના લોગોમાં તે જમણી બાજુ રાખવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલા આ બિલમાં કંપનીના નામમાં પણ ભૂલ આવી હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. નકલી બિલમાં Agrwalઅને અસલી બિલમાં Agrwal આ રીતે લખેલું છે. તો વાયરલ બિલમાં જીએસટી બિલ પણ ખોટું છે. સીએમ સાથે સમગ્ર ઘટના જોડાયેલી હોવાના કારણે કંપનીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી દીધી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter