ભાજપના કદાવર નેતાએ કહ્યું : કોઈ ચિંતા ના કરતા કે અમારુ શું થશે, ટાઇગર અભિ જિંદા હૈ…

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજકાલ મધ્યપ્રદેશમાં આભાર યાત્રા પર છે. એમપીમાં છેલ્લાં 15 વર્ષથી શાસન કરનાર ભાજપને આ વર્ષે પછડાટ મળી છે. ભાજપે બહુમત તો હાંસલ કર્યો નથી પણ ખરાબ રીતે પણ હારી નથી. જેથી ભાજપને લોકસભામાં ફરી કમબેક કરવાની પૂરી આશા છે. હવે શિવરાજે મુખ્યમંત્રી પદમાંથી મુક્ત થઈ જતાં આભાર યાત્રા કાઢી છે. જેઓ ફરી મતદારો વચ્ચે જઈ રહ્યાં છે. જેઓએ કમલનાથની શપથવિધી પહેલાં એલાન કર્યું હતું કે, હું એમપીની હવે ચોકી કરીશ.

ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમપીનું સુકાન આજે પણ શિવરાજના હાથમાં છે. ભાજપ પણ સારી રીતે જાણે છેકે શિવરાજ વિના એમપીમાં કોઇ ઉદ્ધાર નથી. લોકસભામાં ફરી બેઠા થવા માટે શિવરાજને હાથ પર રાખવા એ જરૂરી છે.

બુધવારે તેઓ પોતાના મત વિસ્તાર બુધની પહોંચીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે કોઈ ચિંતા ના કરતા કે અમારુ શું થશે. હું હજી છું, ટાઈગર અભી જિંદા હૈ.. શિવરાજસિંહ ચૌહાણ 2005થી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. વિધાનસભાની હાલની ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત સરકાર બનાવી શક્યા નથી પણ સત્તા ગુમાવ્યા બાદ પણ શિવરાજસિંહની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

હું જીવુ ત્યાં સુધી તમારી સેવા કરતો રહીશ

મામા તરીકે મધ્યપ્રદેશમાં ઓળખાતા શિવરાજસિંહે એક ફોન નંબર પણ જાહેર કરીને કહ્યું હતું કે આ નંબર પર હું હંમેશા ઉપસ્થિત રહીશ. મારી કોશિશ રહેશે કે હું જીવુ ત્યા સુધી તમારી સેવા કરતો રહું. શિવરાજસિંહની લોકપ્રિયતા આજે પણ એમપીમાં અકબંધ છે. જે કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે, કોંગ્રેસે શપથવીધીમાં પણ શિવરાજને હાજર રાખી તેમનું માન જાળવવાની કોશિષ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter