GSTV
Home » News » વોશિંગ્ટનથી સારી એમપીની સડકો, ગરીબીને સમાપ્ત કરી જીવનધોરણ બદલાશે

વોશિંગ્ટનથી સારી એમપીની સડકો, ગરીબીને સમાપ્ત કરી જીવનધોરણ બદલાશે

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન ગત વર્ષ અમેરિકા ગયા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે મધ્યપ્રદેસની સડકો વોશિંગ્ટનથી સારી છે. હવે ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાને શહડોલની જાહેરસભામાં અમેરિકામાં કરેલી ટીપ્પણીનો પુનરોચ્ચાર કર્યો છે.

શિવરાજસિંહ ચૌહાને કહ્યુ છે કે તેઓ ફરીથી કહેવા ચાહે છે કે મધ્યપ્રદેશની સડકો અમેરિકાથી ઉતરતી નથી. આ વાત હવે માત્ર શિવરાજસિંહ ચૌહાન જ નહીં. પણ તેમના પુત્ર કાર્તિકેય ચૌહાન પણ દોહરાવા લાગ્યા છે. મધ્યપ્રદેશમાં વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણી સભાને સંબોધિત કરતા કાર્તિકેય ચૌહાને પણ કહ્યુ છે કે મધ્યપ્રદેશમાં સડકોની જાળ બિછાવાઈ રહી છે.

આજે મધ્યપ્રદેશ સડકોના મામલે નંબર વન છે. તેઓ છાતી ઠોકીને કહી શકે છે કે મધ્યપ્રદેશની સડકો અમેરિકાથી પણ સારી છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ અમેરિકા ગયા હતા અને તેમણે ત્યાં જોયું હતું. મધ્યપ્રદેશની સડકો એકસો ટકા સારી છે. શહડોલની રેલીમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને કહ્યુ છે કે વર્ષોથી કોંગ્રેસ ગરીબી હટાવો કહેતી રહી છે. ઈન્દિરાજીએ કહ્યુ, રાજીવ ગાંધીએ પણ કહ્યુ. પરંતુ જણાવો કે શું કોંગ્રેસ ગરીબીને સમાપ્ત કરી શકી? શિવરાજસિંહે કહ્યુ છે કે તેમને ગરીબીને સમાપ્ત કરવી છે અને મધ્યપ્રદેશના લોકોનું જીવનધોરણ બદલવું છે.

Related posts

પીડિત પરિવારના આંસુ લુછવા એ ગુનો છે ? પ્રિયંકાએ શેર કર્યો વીડિયો

Mayur

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!