GSTV
Home » News » રાજીનામું આપીને શિવરાજે કહ્યુંઃ કોંગ્રેસ 10 દિવસમાં આ કરી બતાવે, હવે હું જોઉં છું

રાજીનામું આપીને શિવરાજે કહ્યુંઃ કોંગ્રેસ 10 દિવસમાં આ કરી બતાવે, હવે હું જોઉં છું

મધ્યપ્રદેશમાં આખરે શિવરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારી લીધી છે. બુધવારે સવારે શિવરાજે મીડિયા સામે આવીને કહ્યું કે જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપી નથી. તેમણે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે સ્પષ્ટ બહુમત ન મળવાને કારણે અમે સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરીએ.

તેમણે કહ્યું કે હું મારું રાજીનામું આપવા જઈ રહ્યો છું. આટલું કહ્યા બાદ શિવરાજ તુરંત ખુરશીમાંથી ઉઠ્યાં અને સીધા રાજભવન તરફ રવાના થયા. રાજીનામા બાદ શિવરાજે કહ્યું કે હવે હું આઝાદ છું.

શિવરાજે કોંગ્રેસને યાદ અપાવ્યો વાયદો

શિવરાજ સિંહે પ્રદેશની સત્તા સંભાળવા જઈ રહેલી કોંગ્રેસને એ ચૂંટણી વાયદો યાદ અપાવ્યો જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 10 દિવસમાં ખેડૂતોની દેવામાફી ન થઈ તો અમે મુખ્યમંત્રી બદલી નાંખીશું. શિવરાજે કહ્યું કે હવે કોંગ્રેસ તેનો વાયદો પૂરો કરે. હું ચોકીદારી કરીશ કે તમારો વાયદો પૂરો કરો છો કે નહીં.

કહ્યું હવે લોકસભાની તૈયારીઓ કરીશું

મધ્ય પ્રદેશમાં મળેલી હાર બાદ શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રતિક્રિયા આપી હતી. શિવરાજસિંહે કહ્યુ હતુ કે, મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બનીને નહીં પણ એક પરિવાર સમજીને સરકાર ચલાવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારે અનેક કલ્યાણકારી યોજના બનાવી છે. આ યોજના આગામી સમયમાં પણ નવી સરકાર આગળ વધારશે.. શિવરાજસિંહે કહ્યુ કે, કેટલીકવાર જનાદેશનું ગણિત બિલકુલ અલગ આવતુ હોય છે. અમને રાજ્યમાં બહુમત નથી મળ્યો. મધ્ય પ્રદેશમાં મળેલી અસફળતા માટે હું જવાબદાર છે.

મધ્ય પ્રદેશમાં જનતાએ ઘણો સહયોગ આપ્યો છે. હવે પ્રદેશમાં ચોકીદારી કરવાની જવાબદારી અમને મળી છે. અમે વિપક્ષમાં મજબૂતાઈથી બેસવાની છીએ, કેમ કે, અમારી પાસે 109 ધારાસભ્ય છે. જેથી અમારૂ કામ રચનાત્મક સહયોગનું રહેશે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, 2019માં પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાની તૈયારી કરવામાં આવશે.

READ ALSO:

Related posts

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

ધોનીનો મોટો નિર્ણય, આગામી 2 મહિના સૈનિકો સાથે રહેશે, વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય

Bansari

બંધ નહીં થાય ગરીબ રથ ટ્રેન, રેલ્વે મંત્રાલયે જણાવ્યું એ કારણ, જેના કારણે ફેલાયો હતો ભ્રમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!