GSTV

મધ્યપ્રદેશ પેટા ચૂંટણીને લઈને શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આપ્યું કોરોના વેકસીનનું ‘ગાજર’

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક તરફ બિહાર ચૂંટણી અને બીજી તરફ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. તમામ રાજકીય પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો કરી રહી છે. ત્યારે આ વખતે રાજકીય પક્ષોના હાથે એક નવું ગાજર લાગી ગયું છે. આ ગાજરનું નામ છે કોરોના વેક્સીન.

પહેલા ભાજપે આપ્યું કોરોના ગાજર

જ્યાં ગઈકાલે બિહાર ચૂંટણીને લઈને જનતાને આકર્ષવા માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રમાં તમામ બિહાર વાસીને મફતમાં કોરોના રસીકરણનો લાભ આપવાની વાત કરવામાં આવી હતી. જેને લઈને રાજકારણ ગરમાઈ ગયું હતું તો હવે મધ્યપ્રદેશમાં પણ કોરોના ગાજર સામે આવ્યું છે.

મધ્યપ્રદેશમાં આવી રહી છે પેટાચૂંટણીઓ

મધ્યપ્રદેશમાં આગામી સમયમાં 28 ખાલી પડેલ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશની અને 28 બેઠકોની જનતાને આકર્ષવા માટે એક ખાસ જાહેરાત કરી છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે જે સમયે કોરોના વેક્સીન તૈયાર થશે ત્યારે મધ્યપ્રદેશના પ્રત્યેક નાગરિકને મફતમાં વેક્સીન આપવામાં આવશે.

શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત

શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરતા લખ્યું હતું કે જનતાને કોરોનાથી બચાવવા માટે અનેક અસરકારક પગલાં ભરવામાં આવ્યા છે. આજે કોરોના નિયંત્રણમાં આવ્યો છે. સાથે જ તેમને લખ્યું હતું કે ભારતમાં કોરોનાની વેક્સીન તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું. જયારે વેક્સીન માઇ જશે મધ્યપ્રદેશના પ્રત્યેક નાગરિકને વેક્સીન મફતમાં આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!