મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બનીને નહીં પણ પરિવાર સમજીને સરકાર ચલાવી છે : શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશમાં મળેલી હાર બાદ શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રતિક્રિયા આપી હતી. શિવરાજસિંહે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બનીને નહીં પણ એક પરિવાર સમજીને સરકાર ચલાવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારે અનેક કલ્યાણકારી યોજના બનાવી છે.

આ યોજના આગામી સમયમાં પણ નવી સરકાર આગળ વધારશે. શિવરાજસિંહે કહ્યુ કે, કેટલીકવાર જનાદેશનું ગણિત બિલકુલ અલગ આવતુ હોય છે. અમને રાજ્યમાં બહુમત નથી મળ્યો. મધ્ય પ્રદેશમાં મળેલી અસફળતા માટે હુ જવાબદાર છેં. મધ્ય પ્રદેશમાં જનતાએ ઘણો સહયોગ આપ્યો છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter