GSTV
Home » News » શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ભૂલથી પણ ગ્રહણ ન કરતાં, નહી તો…

શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ભૂલથી પણ ગ્રહણ ન કરતાં, નહી તો…

ભગવાન ભોળાનાથની પૂજા કરનાર ભક્તોની સંખ્યા અગણિત છે. ભોળાનાથની પૂજા સામાન્ય રીતે લોકો શિવલિંગ સ્વરૂપે કરતા હોય છે. શિવલિંગ અલગ અલગ મંદિરોમાં અલગ અલગ પ્રકારના જોવા મળે છે. કોઈ મંદિરમાં માટીનું, કોઈમાં પારદનું કોઈ મંદિરમાં પીત્તળ, કાંસા કે ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે શિવજીને ચઢેલો પ્રસાદ ગ્રાહ્ય હોતો નથી. એટલે કે શિવજીને પ્રસાદ જે ધરવામાં આવે તેને ભક્તો ગ્રહણ કરી શકે નહીં. 

શિવજીના પ્રસાદને ગ્રહણ કરવાના કેટલાક નિયમો છે. આ નિયમોને પાલન કર્યા વિના જો કોઈ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરે તો તેના પર ભારે સંકટ આવે છે. તો ચાલો આજે આ રહસ્ય વિશે જાણીએ કે શિવજીનો પ્રસાદ શા માટે લેવો જોઈએ નહીં.

ચંડેશ્વરને શિવના પ્રસાદનો અંશ માનવામાં આવે છે. ચંડેશ્વર એટલે ભૂત અને પિશાચના દેવતા. માન્યતા છે કે શિવજીને ચઢાવેલો પ્રસાદ જો કોઈ ગ્રહણ કરે તો તેનાથી ચંડેશ્વર નારાજ થાય છે. ચંડેશ્વરના કોપથી બચવા માટે લોકો શિવજીનો પ્રસાદ ગ્રહણ કરતા નથી. જો કે ચંડેશ્વર શિવજીના કયા પ્રસાદનો અંશ હોય છે તે જાણવું પણ જરૂરી છે. 

શિવ મહાપુરાણ અનુસાર શિવનો પ્રસાદમાં ચંડેશ્વરનો અંશ ત્યારે જ હોય છે જ્યારે તે માટી કે સાધારણ પથ્થરના બનેલા શિવલિંગને ધરવામાં આવે. વ્યક્તિએ આવો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ નહીં. આ પ્રસાદને વહેતી નદીમાં પ્રવાહિત કરવો અથવા તો સાધુને ખવડાવવો. પારદ કે શાલીગ્રામ સાથે રાખેલા શિવલિંગ પર ચઢેલો પ્રસાદ ભક્તો ખાઈ શકે છે. આ પ્રસાદ ચંડેશ્વરનો અંશ નથી ગણાતો.

Read Also

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!