GSTV

કર્ણાટક કોંગ્રેસમાં ભૂકંપ, શિવકુમારે રૂ. 500 કરોડની લાંચ લીધી હોવાનો વીડિયો વાયરલ

કોંગ્રેસ

Last Updated on October 14, 2021 by Damini Patel

કર્ણાટક કોંગ્રેસમાં બુધવારે ભૂકંપ મચી ગયો હતો જેના કારણે કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી થઇ ગઇ હતી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ ગયો છે જેમાં કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર એમ.એ સલીમ અને લોકસભાના ભૂતપૂર્વ સાંસદ અને હાલ પક્ષના પ્રવક્તા વી. એ. ઉગરપ્પા એકબીજાની સાથે વાત કરતાં સાંભળી શકાય છે અને તેઓની વાતચીતમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ડી. કે. શિવકુમાર જ્યારે રાજ્યમાં મંત્રી હતા ત્યારે તે એક મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાતચીત સાંભળી શકાય છે. ટૂંકમાં શિવકુમાર ઉપર તેમના જ પક્ષના નેતાઓએ લાંચ લેવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. આ નેતાઓની વાતચીતનો વીડિયો હાલ તો કોંગ્રેસ માટે શરમથી માથુ ઝૂકાવી દેનારો બન્યો છે. આ વીડિયોની વાતચીતમાં બંને નેતાઓએ શિવકુમાર ખુબ મોટી લાંટ લેતા હોવાનું કહેતા સાંભળી શકાય છે. પોતાની વાતચીત દરમ્યાન આ નેતાઓએ શિવકુમારને શરાબી હોવાનું પણ કહ્યું હતું.

વીડિયોમાં આ નંતાઓે એમ કહેતા સાંભળી શકાય છે કે શિવકુમારના સહયોગીએ લાંચ-રુશ્વત અને કૌભાંડ આચરીને રુ. ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ નેતાઓે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ શિવકુમારે રુ. ૧૦૦ કરોડની લાંચ લીધી હોવાની પણ વાત કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓના કરતૂતો ખુલ્લા પાડતો વીડિયો વાયરલ થતાં ભાજપ તો ગેલમાં આવી ગયું હતું. અને ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પણ કોંગ્રેસી નેતાઓના આ વીડિયોને પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અને મીડિયા કો-ઓર્ડિનેટર એકબીજાને એમ પણ કહેતા સાંભળી શકાતા હતા કે શિવકુમાર જ્યારે સિંચાઇ મંત્રી હતા ત્યારે તે ૧૮ થી ૨૦ ટકા સુધીનું તગડું કમીશિન કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાવતા હતા.

શિવકુમારે વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી ગણાવી

જો કે આ વીડિયો સામે સખત વાંધો ઉઠાવતા શિવકુમારે કહ્યું હતું કે વાતચીત થઈ હતી તે વાતનો હું ઇન્કાર કરતો નથી, પરંતુ તે વાતચીતમાં જે મુદ્દાની ચર્ચા થઇ રહી છે તે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. આ ઘટના બાદ તાત્કાલિક પગલાં લેતાં કોંગ્રેસે સલીમને છ વર્ષ માટે પક્ષના સભ્યપદેથી દૂર કર્યા હતા અને પક્ષના પ્રવક્તા ઉગરપ્પાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને આ વાતચીત અંગે ત્રણ દિવસમાં સ્પષ્ટતા કરવા જણાવાયુ હતું.

કર્ણાટકમાં જ્યારે જનતાદળ(એસ) અને કોંગ્રેસની યુતિ સરકાર સત્તામાં હતી ત્યારે શિવકુમાર સિંચાઇ મંત્રી હતા અને તે સમયે રાજ્યના સિંચાઇ વિભાગમાં એક મસમોટુ કૌભાંડ થયું હતું જેમા શિવકુમાર ખુબ ઉંડે ખૂંપેલા હોવાનું કહેવાતું હતુ અને વાયરલ થયેલા વીડિયોમાં પણ તે કૌભાંડની અને તેમાં શિવકુમારની સંડોવણી હોવાની વાત સાંભળી શકાતી હતી. જો કે જૂન-૨૦૧૯માં તે યુતિ સરકારનું પતન થયું હતું. શિવકુમારે વધુમાં કહ્યું હતું કે આ મુદ્દે તે વધુ કાંઇ કહેવા માંગતા નથી પરંતુ પક્ષની શિસ્ત સમિતિ આ અંગે આકરાં પગલાં ભરશે. જો કે ઉગરપ્પાએ તો આ વિવાદ બાદ તરત એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેમના સાથીદાર સલીમ ભાજપ દ્વારા શિવકુમાર ઉપર કેવા કેવા આરોપ મૂકવામાં આવ્યા હતા તે અંગેની માહિતી આપી રહ્યા.

Read Also

Related posts

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Pravin Makwana

માલામાલ/ 8.86 રૂપિયાનો આ શેર થયો 886 રૂપિયાનો, રોકાણકારોના 1 લાખ બની ગયા 1 કરોડ, તમારે પાસે છે કે નહીં?

Bansari

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!