GSTV

PHOTO: ભારે ઉત્સાહ સાથે ઉજવાઈ છત્રપતિ શિવાજીની જયંતિ, જુઓ ઉજવણીની આ તસ્વીરો

ભારતીય ઈતિહાસના મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની આજે 391મી જયંતિ મનાવામાં આવી. આ અવસરે દિલ્હીના મહારાષ્ટ્ર ભવનમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત કેટલાય લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિવાજીને દેશના બહાદુર અને પ્રગતિશીલ શાસકોમાંના એક માનવામાં આવે છે.

રાજધાની દિલ્હીમાં આયોજીત આ કાર્યક્રમને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓ અને બાળકોમાં પણ અહીં ઘણાં ખુશ જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટલાય સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. પોતાના શાસનમાં શિવાજીએ મુગલોને કેટલાય વાર જંગના મેદાનમાં ખો બોલાવી દીધી હતી.

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મોટા રણનીતિકાર માનવામાં આવે છે. યુદ્ધકલા ઉપરાંત કટેલાય કામોમાં નિપુણતા ધરાવતા હતા. 19 ફેબ્રુઆરી 1630ના રોજ જન્મેલા શિવાજીને વર્ષ 1674માં ઔપચારિક રીતે છત્રપતિ તરીકે ઓળખવામાં આવ્યા.

શિવાજીએ મરાઠી અને સંસ્કૃતને ખૂબ મહત્વ આપ્યુ છે. તેમણે પોતાના શાસન દરમિયાન આ બંને ભાષાઓને પ્રોત્સાહન આપ્યુ હતું. તેઓ સેનાને સક્ષમ કરવામાં પણ મહારથ ધરાવતા હતા. ઈતિહાસમાં અફઝલ ખાન સાથે થયેલી શિવાજીની લડાઈ ખાસ ઉલ્લેખિત છે.

તેમણે મુગલો સાથે યુદ્ધ તો કર્યા, પણ શાંતિપૂર્ણ સંબંધો કઈ રીતે સ્થાપિત કરવા તે પણ શિખવ્યુ. કહેવાય છે કે, તેમની સેનામાં 66 હજાર મુસ્લિમ પણ શામેલ હતા. એટલુ જ નહીં તેમણે મુગલ શાસક ઓરેંગઝેબની વીજાપુર ફતેહ કરવામાં મદદ પણ કરી.

READ ALSO

Related posts

જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન

Pravin Makwana

મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ

Pravin Makwana

કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!