GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર ચૂંટણી સંગ્રામ : શિવસેના ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાને લઈને અડગ

Last Updated on October 24, 2019 by

મહારાષ્ટ્રમાં ભાજપે એકલા હાથે સરકાર બની શકે તેટલી બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખી રહ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામમાં તેની બેઠકો ગત ચૂંટણી કરતાં પણ ઘટી છે. મહારાષ્ટ્રમાં મેજિક ફિગર 145નો છે, અને ભાજપને 105 બેઠકો મળી છે. જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે. શરદ પવારની આગેવાનીમાં એનસીપી 54 બેઠકો જીતીને રાજ્યમાં ત્રીજા સ્થાને રહી છે. જ્યારે કે કોંગ્રેસ પાર્ટી 44 બેઠકો સાથે ચોથા સ્થાને છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને એમઆઇએમ પણ બે-બે બેઠક જીત્યા છે.

રાજ્યમાં 13 બેઠકો પર અપક્ષ ધારાસભ્યોનો કબ્જો થયો છે. જ્યારે કે અન્ય પક્ષોએ 12 બેઠક જીતી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતી બહુમતીનો આંકડો પાર કરી ચૂકી છે, પરંતુ આગામી સમયમાં સત્તા માટે બંને સાથી પક્ષો વચ્ચે સંઘર્ષ જોવા મળે તેવા એંધાણ છે. ભાજપે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે આગામી સીએમ દેવેન્દ્ર ફડણવીસ જ હશે, તો બીજી તરફ શિવસેના ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાને લઈને અડગ છે.

કુલ બેઠક -૨૮૮

પક્ષ૨૦૧૯૨૦૧૪
ભાજપ૧૦૫૧૨૨
શિવસેના૫૬૬૩
કાંગ્રેસ૪૪૪૨
એનસીપી૫૪૪૧
સમાજવાદી પાર્ટી૦૨૦૧
એમઆઇએમ૦૨૦૨
અપક્ષ૧૩૦૭
અન્ય૧૨૧૦

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!