GSTV
Home » News » મુંબઈમાં શિવસેનાના કાર્યકર્તાઓની ગુંડાગીરી, ઉત્તર ભારતીય યુવકને માર મારવાનો આરોપ

મુંબઈમાં શિવસેનાના કાર્યકર્તાઓની ગુંડાગીરી, ઉત્તર ભારતીય યુવકને માર મારવાનો આરોપ

મહારાષ્ટ્રમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ ઉત્તર ભારતીયોનો મામલો સામે આવ્યો છે. શિવસેનાના કાર્યકર્તાઓ પર ઉત્તર ભારતીય યુવકને મારમારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં વિશાલ પાંડે નામનો યુવક શિવસેનાના કાર્યકર્તાઓની ગુંડાગીરીનો ભોગ બન્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. વિશાલના પરિવારનો આરોપ છે કે ભોજન માટેનો સ્ટોલ લગાવવા પર શિવસેનાના કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો.

શિવસેનાના કાર્યકર્તાઓની આ ગુંડાગીરી સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે. વિશાલની બહેનનું કહેવું છે કે તેઓ કહે છે કે આ તેમની જગ્યા છે. અહીં તેનો ભાઈ સ્ટોલ લગાવી શકે નહીં. આ ભૈયા લોકોની જગ્યા નથી. આ શિવસેનાની જગ્યા છે. મરાઠી લોકોની જગ્યા છે. સ્ટોલ લગાવ્યો છે. તેના માટે તમે આટલું મારશો? દોઢસો લોકો મળીને બે છોકરાઓને મારશો ? શિવસેનાના કાર્યકર્તાઓની ખુલ્લેઆમ દાદાગીરી વિરુદ્ધ દાદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ પરિવારનો આરોપ છે કે પોલીસ તરફથી વ્યાજબી કાર્યવાહી થઈ રહી નથી.

Related posts

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

Riyaz Parmar

વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચિદમ્બરમને પુછ્યું, તમારે કાંઇ કહેવું છે? આપ્યો આ જવાબ

Riyaz Parmar

INX મીડિયા કેસ: EDનાં તપાસ અધિકારી રાકેશ આહૂજાની બદલી, ટ્રાન્સફરનું કારણ અકબંધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!