GSTV

ગુંડાગર્દી/શિવસેનાના કાર્યકર્તાઓએ શ્યાહી ફેંકીને ભાજપના નેતાની કરી ધોલાઇ, 17 આરોપીઓની ધરપકડ

Last Updated on February 8, 2021 by Pravin Makwana

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર (Pandharpur) માં એક બીજેપી નેતાને શિવસેનાના કાર્યકરો દ્વારા શાહીથી નવડાવીને તેઓની ખરાબ રીતે ધોલાઇ કરવા મામલે સ્થાનીય પોલીસે તમામ 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં બીજેપી લીડરને જબરદસ્તી સાડી પહેરાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતાં.

આ મામલામાં સ્થાનીય પોલીસે શિવસેના (Shivsena) ના તમામ આરોપી 17 કાર્યકર્તાઓ વિરૂદ્ધ FIR દાખલ કરી હતી. જેની પર કાર્યવાહી કરીને પોલીસે તમામ આરોપીઓને જેલમાં ધકેલી દીધા હતાં.

ભાજપે કરી હતી કાર્યવાહીની માંગ

આ ઘટના બાદ ભાજપે તમામ આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. બીજેપી ધારાસભ્ય અને પ્રવક્તા રામ કદમે જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં શિવસેનાના ગુંડાઓએ પોલીસની સામે ભાજપના નેતા સાથે મારપીટ કરી છે. શિવસેનાના ગુંડાઓ અહંકાર રાખીને અરાજકતા ફેલાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ન તો સાધુ સુરક્ષિત છે અને ના તો કોઇ આર્મી જવાન. સરકાર આ ગુંડાઓ પર ક્યારે કાર્યવાહી કરશે?’

બીજેપી નેતાએ ઉદ્ધવ ઠાકરે પર કરી હતી ટિપ્પણી

પીડિત ભાજપના નેતા પર શિવસેનાના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, ‘તેઓએ શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray) વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ વાતથી નારાજ થયેલા શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના નેતા સાથે મારપીટ કરી હતી.

READ ALSO :

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!