ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેનો કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આડે હાથ લીધા હતા. પાર્ટીની અંદર અસંતોષ હોવાને કારણે રાજ્યપાલ સરકારને વિશ્ર્વાસનો મત લેવાનું કેવી રીતે કહી શકે? એવી નારાજગી કોર્ટે વ્યક્ત કરી છે.

શિવસેના વર્સિસ શિવસેનાના કેસ પર સુનાવણી કરી રહેલી પાંચ સભ્યોની બેંચનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ નેતૃત્વ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં નવ દિવસની સુનાવણી બાદ ચીફ જસ્ટિસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા સામે સવાલ કર્યા હતા. જે રીતે કોશ્યારીએ ઉદ્ધવને હાઉસમાં વિશ્ર્વાસમત લેવાનો આદેશ આપ્યો હતો, તેના પર કોર્ટે સવાલ કર્યો હતો.
ઉદ્ધવની સરકારને શક્તિ પ્રદર્શન કરવાના રાજ્યપાલના નિર્દેશ પર વણ કોર્ટે ટીપ્પણી કરી હતી. વિધાનસભ્યો મતભેદ કોઈ પણ કારણથી થઈ શકે છે. પાર્ટીના સિંદ્ધાતોને લઈને પણ થઈ શકે છે. પરંતુ શું રાજ્યપાલ માટે શક્તિ પરિક્ષણ કરાવવા માટે સંતોષજનક આધાર હતો? રાજ્યપાલ ખાસ પરિણામ લાવવા માટે પોતાના પદનો ઉપયોગ ના કરી શકે એવી ટીકા પણ કોર્ટે કરી હતી.
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી