GSTV
Home » News » ‘કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે તો આ કેમ નહીં ?’ કહી કર્ણાટક અને મહારાષ્ટ્ર બોર્ડરનો વિવાદ શિવસેનાએ અમિત શાહ પર ઢોળી દીધો

‘કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે તો આ કેમ નહીં ?’ કહી કર્ણાટક અને મહારાષ્ટ્ર બોર્ડરનો વિવાદ શિવસેનાએ અમિત શાહ પર ઢોળી દીધો

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલો બેલગામ બોર્ડરનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે હવે શિવસેનાએ ગૃહ મંત્રાલય તેમજ ગૃહપ્રધાન અમિત શાહને આ મામલાને ઉકેલવાની અપીલ કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો ગૃહ મંત્રાલય કાશ્મીર મુદ્દાને ઉકેલી શકે છે અને કલમ 370ને હટાવી શકે છે તો મને લાગે છે કે બેલગામ બોર્ડરનો વિવાદ પણ હલ થઇ શકે છે.

તેમણે કહ્યું કે બેલગામ અને આસપાસના વિસ્તારોમાં મરાઠીઓ છેલ્લા 70 વર્ષથી લડાઇ લડી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે પરંતુ છેલ્લા 14 વર્ષથી વિચારાધીન છે. રાઉતે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે તેનો અમે સ્વીકાર કરીશું. પરંતુ જો અમિત શાહ જેવા મજબૂત ગૃહપ્રધાન ઇચ્છે તો આ મામલાનો કાયમી નિવેડો આવી શકે છે. અમિત શાહ આ મુદ્દા પર પણ ધ્યાન આપે તેવી અમે અપીલ કરીએ છીએ.

READ ALSO

Related posts

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur

ઇન્કમટેક્સ વિભાગે અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!