GSTV

કેન્દ્રની કઠપૂતળી બનીને રાજ્યપાલ કરી રહ્યા છે કામ, જો બંધારણ અકબંધ રાખવું હોય તો પરત બોલાવી લેઃ શિવસેના

Last Updated on February 13, 2021 by Karan

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો વિવાદ સતત વધીરહ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પરત બોલાવવા માગ કરી છે. આ સાથે જ પાર્ટીએ રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીના કઠપૂતળી તરીકે બતાવ્યા છે. શિવસેનાએ કેન્દ્રને રાજ્ય સરકાર પર હુમલો કરવા માટે રાજ્યપાલનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત સામનામાં તંત્રી લેખમાં પ્લેન વિવાદ અને ખેડૂત આંદોલન સહિત ઘણાં મુદ્દાઓ પર વાત કરી છે. મહારાષ્ટ્ર સરકારમાં સામેલ શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર જો ઈચ્છતી હોય કે બંધારણ યથાવત રહે તો રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ.

કોશિયારી છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં

શિવસેનાના અખબાર સામનામાં આરોપ લગાવાયો છે કે, કોશિયારી છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં છે.તેઓ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના સીએમ પણ રહી ચુક્યા છે. જોકે તેઓ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તાજેતરમાં તેઓ સરકારના વિમાનના ઉપયોગને લઈને ચર્ચામાં આવ્યા છે.ઉત્તરાખંડનો પ્રવાસ રાજ્યપાલનો અંગત પ્રવાસ હતો અને આ માટે તેમને મહારાષ્ટ્ર સરકારે સરકારી વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નહોતી. જે નિયમ પ્રમાણે બરાબર હતુ.

સરકાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો

જોકે વિપક્ષના નેતા ફડનવીસે તેને મુદ્દો બનાવ્યો છે અને સરકાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો છે પણ અહંકારી સરકાર કોણ છે તે બધા જાણે છે. દિલ્હી સીમા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોમાંથી 200 ખેડૂતોના મોત થયા પછી પણ સરકાર નવા કૃષિ કાયદા પાછા લેવા માટે તૈયાર નથી.આ અહંકાર નથી?

રાજ્યપાલ કઠપૂતળીની જેમ કરી રહ્યા છે કામ

શિવસેનાએ આરોપ મુક્યો છે કે, રાજ્યપાલ કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે અને તેમન ભાજપની ધૂન પર નાચવાની ફરજ પાડવામાં આવી રહી છે.જો કેન્દ્ર સરકાર ઈચ્છતી હોય કે, સંવિધાન-કાયદા અને નિયમો યથાવત રહે તો સરકારે આ રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!