અંતિમવાદી વલણો માટે જાણીતી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના અગ્રલેખ દ્વારા ભાજપને ચેતવણી આપી હતી કે મહારાષ્ટ્રની જનતાનો આદેશ સ્પષ્ટ છે. વધુ પડતા ઉન્માદમાં ન રહેતા, નહીંતર ખલાસ થઇ જશો.મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ બેઠકો મેળવનારા ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં જે નક્કી થયું હતું એ પ્રમાણે વાત આગળ ચાલશે. શિવસેનાને ઉદ્ધવ ઠાકરેના રાજકારણમાં નવા નિશાળિયા જેવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવો છે. પરિણામો સ્પષ્ટ થયા બાદ શિવસેનાએ ફરી જક્કી વલણ લીધું હતું અને 50-50ના પ્રમાણે સત્તાની વહેંચણી કરવાની માગણી કરી હતી.

ઉદ્ધવે એવો પણ દાવો કર્યો હતો કે અમને કોંગ્રેસ અને એનસીપી જેવા અન્ય પક્ષો સરકાર રચવા માટે સાથ આપવા તૈયાર છે પરંતુ અમે ચૂંટણીના ભાગીદાર એવા ભાજપને દગો આપવા માગતા નથી એટલે અમે 50-50ની વાતને વળગી રહીએ છીએ. સામનાના અગ્રલેખમાં ભાજપને એવો અણસાર આપી દેવામાં આવ્યો હતો કે તમારી વગ ઘટી છે અને કોંગ્રેસ તથા અન્ય પક્ષોની વગ મહારાષ્ટ્રમાં ઘટી છે. માટે બહુ આવેશમાં નહીં આવી જતા.

શિવસેનાએ ચૂંટણી પરિણામોને ચોંકાવનારા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્યની જનતાનો આદેશ સ્પષ્ટ છે. અતિ ઉન્માદમાં આવી જવાની કે આત્મવિશ્વાસના અતિરેકમાં રાચવાની જરૂર નથી, એમ કરવા જતાં તમે ખતમ થઇ જશો. અમે 50-50ની અમારી માગણીને વળગી રહીએ છીએ. સામનાના અગ્રલેખમાં વધુમાં જણાવાયું હતું કે છેક છેલ્લી ઘડી સુધી દેવેન્દ્ર ફડનવીસને એમ હતુંકે ઇવીએમમાંથી કમળ નીકળશે. પરંતુ 163માંથી કુલ 63 બેઠક પર પણ કમળ પૂરેપૂરું ખીલ્યું નહીં.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી