GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો વળતો જવાબ, શિવસેનાના સીએમ માટે કોઈની મદદની નથી જરૂર

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો વળતો જવાબ, શિવસેનાના સીએમ માટે કોઈની મદદની નથી જરૂર

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના આરોપોનો વળતો જવાબ આપ્યો. આ સમયે ઉદ્ધવની સાથે તેમના પુત્ર અને શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે શિવસેનાએ મુખ્યપ્રધાન બનાવવાનું ચૂંટણી પહેલા જ નક્કી કરી લીધું હતુ. ભાજપ સાથ આપે કે ન આપે સીએમ શિવસેનાનો જ હશે. ભાજપ હરિયાણામાં દુષ્યંત ચૌટાલાને પાઘડી અને મહારાષ્ટ્રમાં શિવસેનાને ટોપી પહેરાવવાની વાત કરે છે. ઉદ્ધવે સીએમ પદ અંગે કહ્યું કે મારા પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે.

અમિત શાહ વાત કરવા મુંબઇ આવ્યા હતા.

અમિત શાહ વાત કરવા મુંબઇ આવ્યા હતા. મેં સીએમ પદને લઇને અમિત શાહ સાથે સ્પષ્ટ વાત કરી હતી. સૌ કોઇને ખબર છે કે ખોટું કોણ બોલી રહ્યું છે. શિવસેના સુપ્રીમોએ કહ્યું કે અમિત શાહે કહ્યું હતુ કે જેમની વધુ બેઠકો તેમના સીએમ. પરંતુ મે આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે ફડણવીસ અમિત શાહની વાતનો હવાલો દઇને અઢી વર્ષના સીએમની વાતનો ઇન્કાર કરી રહ્યા છે. ઉદ્ધવે કહ્યું કે જુદા જુદા પદ અને સીએમ પદને લઇને ભાજપ અને શિવસેનાની વચ્ચે ફિફ્ટી-ફિફ્ટી પર સહમતી બની હતી.

મારે કોઇની મદદની જરૂર નથી

મારે આ મુદ્દે સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ બનાવવાનું સપનું પૂર્ણ કરવા માટે મારે કોઇની મદદની જરૂર નથી. ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવે કહ્યું કે અમારૂ કામ ભાજપ જેવું નથી. ભાજપે પહેલા મીઠી મીઠી વાતો કરી હતી. ભાજપે ખોટું બોલવાનું બંધ કરવું જોઇએ. ખોટું બોલનારા લોકો સાથે અમે વાત કરતા નથી. શિવસેના ખોટું બોલનારી પાર્ટી નથી. વ્યક્તિગત આક્ષેપોના ફડણવીસના દાવાને ફગાવતા ઉદ્ધવે કહ્યું કે ફડણવીસનો આરોપ ખોટો છે. મેં ક્યારેય પણ પીએમ મોદી પર આરોપ લગાવ્યા નથી.

READ ALSO

Related posts

સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરતા ખેડૂતો માટે લાભના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

pratik shah

વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા સિડનીનાં બીચ પર સેંકડો પક્ષીઓનાં મોત, ભયાનક છે મોતની તસવીરો

Mansi Patel

ટામેટાંની હવે આ શહેરમાં નંગમાં ખરીદી, એક કિલોનો ભાવ છે 320 રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!