GSTV
Home » News » શિવસેનાએ ભાજપનું નાક દબાવ્યું, ગોવામાં ઉતાર્યા બે ઉમેદવારો બિહાર અને ઉત્તરપ્રદેશમાં પણ તૈયારી

શિવસેનાએ ભાજપનું નાક દબાવ્યું, ગોવામાં ઉતાર્યા બે ઉમેદવારો બિહાર અને ઉત્તરપ્રદેશમાં પણ તૈયારી

શિવસેનાની રાજનીતિ એક કોયડો છે. એ કોઈ પક્ષ સાથે ગઠબંધન હોવા છતા ક્યારે તેની વિરૂદ્ધ નિવેદન આપવા લાગે તેની જ ગઠબંધન પાર્ટી રાહ જોતી હોય છે. લોકસભા ચૂંટણીની તારીખો પહેલા શિવસેના અને બીજેપીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન કરી લીધું અને ઘીના ઠામમાં ઘી ઢળ્યું. 2014માં થયેલી લોકસભા ચૂંટણીઓ પછી શિવસેના અને ભાજપ વચ્ચે અટંસ જેવો માહોલ પેદા થયો હતો. જે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા આવતા ચરમસીમા પર દેખાવા લાગ્યો હતો. એક સમયે લાગતું હતું કે ભાજપ અને શિવસેનાના જોડકામાં હવે ભાગાકાર થઈ જશે. પણ એ તમામ સમીકરણો ખોટા ઠર્યા અને ફરી એક વખત ભાજપ અને શિવસેના ગળે મળી ગયા.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ અલગ ચૂંટણી લડી. 25 વર્ષ જૂની ઘનિષ્ઠ મિત્રતા તોડી શિવસેના અને ભાજપે અલગ અલગ લડાઈ લડી, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે કુંભના મેળામાં ખોવાયેલા ભાઈઓની માફક શિવસેના અને ભાજપ એક થઈ ગયું. મહારાષ્ટ્રમાં મળીને સરકાર બનાવી લીધી.

Shiv Sena in bjp

આમ છતાં શિવસેના ભાજપને નીચું દેખાડવાની કોઈ કસર બાકી નહોતી રાખતી. વિરોધીઓને પણ લાગી રહ્યું હતું કે આ વખતે બંને પાર્ટીઓ અલગ અલગ થઈને ચૂંટણી લડશે પણ અદ્દલ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની માફક નાટક ભજવાયું. બંને પાર્ટીઓ ફરી એકજૂટ થઈ ગઈ. સહમતિ સાથે બંને પાર્ટીઓએ 50-50નો ફોર્મ્યુલા અપનાવી ચૂંટણી લડવાની હાંકલ કરી. મહારાષ્ટ્રમાં તો ચૂંટણી ગઠબંધન કરીને વિરોધીઓને ચોંકાવી દીધું. પણ હવે ગોવામાં બે ઉમેદવારોના નામની ઘોષણા કરી શિવસેનાએ ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. ઉત્તર ગોવાથી શિવસેનાના ઉમેદવાર જિતેન કામત હશે જ્યારે દક્ષિણ ગોવાથી રાખી પ્રભૂ દેસાઈ નાઈક હશે. કોંગ્રેસ પછી હવે શિવસેના ભાજપનું નાક દબાવી રહી છે.

એટલું જ નહીં પણ ભાજપના બળ પર ભારત આખામાં શિવેસના પોતાનો પ્રચાર કરવા માગે છે. જે માટે આગામી સમયમાં બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ પોતાના ઉમેદવારો ઉતારવાની કવાયતમાં શિવેસના લાગી ચૂકી છે. અત્યારે ભાજપ નરેન્દ્ર મોદીના કારણે જોરમાં છે. અને ડૂબતા વ્યક્તિને તરણું કાફી એ રીતે શિવસેના ભાજપનો હાથ પકડી દેશભરમાં પોતાની પાર્ટીને ઉભી કરવાની કવાયતમાં લાગી ગયું છે. હવે એ જોવું રહેશે કે શિવેસનાના આ નિર્ણય પર બીજેપી શું રિએક્ટ કરે છે.

ગોવામાં શું અસર થશે ?

ગોવામાં વર્ષ 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાના 3 ઉમેદવારો ઉતાર્યા હતા. જેની બીજેપીના ઉમેદવારો પર કોઈ અસર ન પડી. જ્યારે શિવસેનાને ત્રણ સીટો પર ભૂંડી રીતે હારનો સામનો કરવો પડ્યો. આ વખતે પાર્ટી પૂરી તૈયારીથી ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. એવામાં ભાજપને શિવસેનાથી કેટલું નુકસાન થશે તે તો સમય જ બતાવશે.

બિહારમાં શિવેસનાની ચૂનોતી

2015માં બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ લગભગ 60 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જેનાથી ભાજપ થોડુ પરેશાન થયું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે આવી લગભગ 35 સીટો હતી જેના પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. બિહાર અને ગોવાની ચૂંટણીમાં શિવસેના માત્ર વોટમાં ભાગીદારી પાડવા માટે એન્ટ્રી મારી છે. બંને રાજ્યોમાં શિવસેનાને કોઈ જીત હાંસિલ નથી થઈ. ત્યારે હવે જોવાનું રહેશે કે લોકસભા ચૂંટણીમાં જે જે રાજ્યોમાં શિવસેના પોતાનો પગ પેસારો કરવાની કોશિષ કરી રહી છે જ્યાં જીત મેળશે કે પછી મતનું વિલીનીકરણ થશે.

READ ALSO

Related posts

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

Ankita Trada

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!