GSTV
Home » News » સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન પર શિવસેનાના આકરા પ્રહાર, શું દેશમાં સંરક્ષણ પ્રધાન છે ?

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન પર શિવસેનાના આકરા પ્રહાર, શું દેશમાં સંરક્ષણ પ્રધાન છે ?

શિવસેનાએ જમ્મુ કાશ્મીરમાં સેના પર વધી રહેલા આતંકવાદી હુમલા મામલે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ સામનામાં કહ્યું કે હિંદુસ્તાનની સેનાની નેતાગીરી નિર્બળ છે. અત્યંત દુર્બળ, નિષ્ક્રિય વ્યક્તિને સંરક્ષણ પ્રધાન બનાવી નુકસાન થયું છે.

શિવસેનાને સૈન્ય ક્ષમતા પર પુરો વિશ્વાસ છે પરંતુ કેન્દ્રમાં સેનાની નેતાગીરી નબળી છે. શિવસેનાએ સવાલ કર્યો કે, દેશમાં સંરક્ષણ પ્રધાન છે કે નહીં. જમ્મુ કાશ્મીરમા સુરક્ષા દળ પર વધી રહેલા હુમલા બાદ શિવસેનામાં અમર ઔરંગઝેબ નામના શિર્ષક હેઠળ સંપાદકીય લેખ લખ્યો છે.

લેખમાં સેનાની નેતાગીરી પર ચાબખા મારવામાં આવ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય રાઇફલના જવાન ઔરંગઝેબનું આતંકવાદીઓએ અપહરણ કરીને તેને હત્યા કરી હતી.  જે બાદ દેશના સંરક્ષણ પ્રધાન નિર્માલ સીતારમન શિવસેનાના નિશાન આવ્યા છે.

Related posts

ગુજરાતમાં મીની ભારતનું નિર્માણ : સમગ્ર રાજ્યની સંસ્કૃતિઓ નિહાળશે ટ્રમ્પ

Mayur

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari

ટ્રમ્પની છે આ ખાસમખાસ, વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ ધરાવે છે દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!