GSTV

નોટબંધી ઉપર ઉજવણી કરી રહેલી BJP પર ભડકી શિવસેના, કહ્યુ- મરનારા લોકોની મજાક બનાવી રહી છે પાર્ટી

નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના ધંધાને બરબાદ થઈ ગયા હતા. નોટબંધીની ચોથી વરસીની ઉજવણી કરવી તે કબર ઉપર કેક કાપવા જેવું કૃત્ય છે.

મુખપત્ર સામાનમાં શિવસેનાએ 2016માં મોદી સરકારે લીધેલા નોટબંધીના પગલાંને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો. શિવસેનાએ જણાવ્યું કે નોટબંધી અને ત્યારબાદ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાતા દેશના હિતને સૌથી વધુ ફટકો પડ્યો હતો.

નોટબંધીને પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાયની નોકરીઓ છુટી તેમજ વેપાર અને ઉદ્યોગો બરબાદ થઈ ગયા. આવામાં નોટબંધીના ચાર વર્ષની ઉજવણી એ મૃતકોની કબર પર જન્મદિવસની કેક કાપવા જેવું કૃત્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ નોટબંધીના ચાર વરસ પૂર્ણ થવાના અવસરે જણાવ્યું કે, આ પગલાંથી કાળા નાણાં પર રોક લગાવી શકાય અને કરવેરામાં પારદર્શકતા વધી. કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગુ કરીને રૂ.500 અને રૂ. 1,000ની ચલણી નોટોને નાબૂદ કરી હતી.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!