GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મોદી પીએમ નહીં હોય તો અમે આપીશું સમર્થન, આ પાર્ટીના મોટા નેતાઓ ભાજપના પક્ષમાં

pm modi blog

ભાજપ સાથે રહીને પણ ભાજપ સામે બાંયો ચઢાવનાર શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે. એક તરફ એકલા હાથે ચૂંટણી લડવાના મૂડમાં દેખાતા ઉધ્ધવ ઠાકરે પર તેમની જ પાર્ટીના સાંસદોએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરવા દબાણ વધાર્યુ છે.

ભાજપ સાથે જોડાણની વાતને રદિયો આપ્યો

એવુ કહેવાય છે કે શિવસેનાના 18 સાંસદો પૈકી એક મોટુ જૂથ અને મહારાષ્ટ્ર સરકારના શિવસેનાના ચાર મંત્રી ગઠબંધનની તરફેણમાં છે. જોકે એક ચેનલ સાથેની વાતચીતમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભાજપ સાથે જોડાણની વાતને રદિયો આપતા કહ્યુ હતુ કે લોકસભામાં કોઈ પાર્ટીને બહુમતિ મળે તેમ લાગતુ નથી. આ સંજોગોમાં ભાજપ તરફથી જો નીતિન ગડકરી પીએમ પદના ઉમેદવાર હશે તો શિવસેના સમર્થન કરશે. ભાજપ માત્ર પોતાના માટે વિચારે છે અને અમે પણ પોતાના માટે વિચારી રહ્યા છે.

ભાજપે શિવસેનાને મનાવવા માટે લીધો આ મોટો નિર્ણય

ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે શિવસેનાના સ્વર્ગસ્થ સ્થાપક બાલ ઠાકરેના સ્મારક નિર્માણ માટે 100 કરોડ રૂપિયાના બજેટને મંગળવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના મંત્રીમંડળે સ્મારકના નિર્માણ માટે ભંડોળને મંજૂર કરવાનો નિર્ણય ઠાકરેની જયંતિની પૂર્વસંધ્યાએ લીધો છે. શિવસેનાએ ભાજપ સરકારના આ પગલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ છીએ પરંતુ સરકારના આ નિર્ણયથી આગામી ચૂંટણી માટે બંને પાર્ટીઓની વચ્ચે ગઠબંધનની શક્યતાને કોઇ લેવા-દેવા નથી.

બીએમસી બુધવારના રોજ સ્મારકના નિર્માણ માટે ભૂમિનો કબજો ટ્રસ્ટને સોંપશે. મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે ભાજપ અને તેમના સહયોગી દળ શિવસેનાની વચ્ચે મધુર સંબંધ છે અને રહેશે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં બીજેપીની સહયોગી શિવસેના અવારનવાર બંને સરકારોની ટીકા કરતી રહે છે. ગત વર્ષે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આગામી ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. રાજકીય તજજ્ઞો ભાજપ સરકારની આ પહેલને શિવસેના સાથેના સંબંધ સુધારવાના પ્રયાસ ગણી રહ્યાં છે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!