GSTV
Home » News » વાજપેયીનું 16મીઅે મોત થયું કે થઈ ઘોષણા? : મોદીનું 15મીનું ભાષણ ન અટકે માટે…

વાજપેયીનું 16મીઅે મોત થયું કે થઈ ઘોષણા? : મોદીનું 15મીનું ભાષણ ન અટકે માટે…

ભાજપ દેશભરમાંઅટલયાત્રા કાઢી રહી છે. અટલજીના મોત બાદ ભાજપે દેશભરમાં અટલજીના અસ્થિનાં કુંભ મોકલાવી અલગ અલગ નદીઅોમાં પધરાવ્યા છે. ગુજરાતમાં પણ અટલ ઘાટ પર સાબરમતિમાં અસ્થિનું વિસર્જન કરાયું છે. અટલજી અેક ઉત્કૃષ્ઠ નેતા હતા. અટલજી માટે અાજે તમામ રાજકીયપક્ષોમાં સન્માનની લાગણી છે. અાજે શિવસેનાના નેતા સંજય રાઉતે સામનામાં અટલજીના મોત સંદર્ભે કેટલાક પ્રશ્રો કર્યા છે. સંજય રાઉતે સવાલ કર્યો છે કે, અટલજીનું મોત 16 અોગસ્ટે થયું છે કે, તેમના મોતની ઘોષણા 16 અોગસ્ટે કરાઈ કારણ કે મોદીજીનું 15મી અોગસ્ટનું ભાષણમાં દખલ ના થાય. વાજપેયીના મોતની ઘોષણા અેઇમ્સ દ્વારા 16મી અોગસ્ટે સાંજે કરાઈ હતી. વાજપેયીના મોતના સમય બાબતે અનેક વિવાદો છે. ઘણી કાનાફૂસી વચ્ચે સામનામાં સંજય રાઉતે ભડકો કર્યો છે. સંજય રાઉતે અાજે ભાજપ સામે સામાનામાં સીધો મોરચો ખોલી દીધો છે.

સંજય રાઉતે અા સવાલો ઉઠાવ્યા છે

રાજ્યસભા સાંસદ અને શિવસેના મુખપત્ર સામનાના તંત્રી સંજય રાઉતે વાજપેયીના નિધનને લઈને રવિવારે ઉઠાવવામાં આવેલાં સવાલ અંગે કોઈ સ્પષ્ટીકરણ કે કારણ નથી જણાવ્યું.
– વાજપેયીજીના નિધનની જાહેરાત AIIMS દ્વારા 16 ઓગસ્ટે કરી હતી અને તેમના નિધનનો સમય પણ જણાવ્યો હતો.
– રાઉતે કહ્યું કે, અમારા લોકોના બદલે આપણાં શાસકોએ પહેલાં સમજવું જોઈએ કે સ્વરાજ્ય શું છે. વાજપેયીજીનું નિધન 16 ઓગસ્ટે થયું પરંતુ 12-13 ઓગસ્ટે જ તેમની સ્થિતિ બગડી હતી.
– સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય શોક અને ધ્વજને અડધી કાંઠીએ ફરકાવવાથી બચવાને બદલે અને PM મોદીને લાલ કિલ્લા પરથી ભાષણ આપવું હતું.
– રાઉતે કહ્યું કે વાજપેયજીએ આ દુનિયાને 16 ઓગસ્ટે જ અલવિદા કહી હતી કે તે દિવસે તેમના નિધનની જાહેરાત કરાઈ હતી.

મરાઠીમાં લખાયેલા અા લેખનું શિર્ષક સ્વરાજ્ય શું છે તે છે. રાઉતે વધુમાં લખતાં જણાવ્યું છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાઅે વાજપેયીના નિધન પર અાયોજિત શોકસભામાં ભારત માતા કી જય અને જય હિંદ જેવા નારા લગાવ્યા હતા. જેઅોની સાથે શ્રીનગરમાં બેહુંદુ વર્તન કરવામાં અાવ્યું.

રાઉતે લખ્યું, વડાપ્રધાન મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં ગરીબો માટે અનેક જાહેરાત કરી પરંતુ તેમના ભાષણની શૈલી એવી હતી કે પૂર્વવર્તી સરકારે કંઈ કર્યું જ નથી તેથી અત્યારસુધીની સ્વતંત્રતા બેકાર હતી.  મોદીના ભાષણની શૈલી અેવી હતી કે, અગાઉની સરકારે કંઈ પણ કર્યું નથી. તેમને અાવીને ભારતની સ્થિતિ જ બદલી નાખી છે. અે પણ સત્ય છે કે સરકારની યોજનાઅો ટેક્સના પૈસાથી જ ચાલે છે. અા સાથે પણ અા સચ્ચાઈ છે કે, અા જ પૈસાથી મોદીના વિદેશના પ્રવાસના પણ પૈસા ખર્ચ થાય છે અને અાજ પૈસામાંથી મોદીની જાહેરાતો પર કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. સંજય રાઉતે સામનામાં લખેલા અા લેખની અાજે ભારે ચર્ચા થઈ રહી છે.

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!