GSTV
Home » News » શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર પર આપ્યું એવું નિવેદન કે..

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર પર આપ્યું એવું નિવેદન કે..

શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મંગળવારે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર શું કહે છે તે સમજવામાટે 100 વાર જન્મ લેવો પડશે. જ્યારે શિવસેનાના સાંસદો સોમવારે તેમના નિવાસ સ્થાને મીડિયા બ્રીફિંગ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ સમય દરમિયાન, એક પત્રકારે તેમને શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પવારના લગભગ ‘યુ-ટર્ન’ લેવા પર પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.

રાઉતે કહ્યું કે, તમારે પવાર અને અમારા જોડાણની ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ જ ટૂંક સમયમાં એટલે કે ડિસેમ્બરની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન સરકાર શાસન કરશે. તે એક સ્થિર સરકાર હશે. ”તેમણે કહ્યું કે સેનાને સરકારની રચના અંગે કોઈ શંકા નથી, પરંતુ મીડિયા તેના વિશે શંકાઓ ઉભી કરી રહ્યું છે.

રાઉતે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રનાં ખેડૂતોનાં મુદ્દા પર રાકાંપાનાં પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. રાઉત્તે કહ્યું, “જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પવારની પ્રશંસા કરે તો શું ખોટું છે?” અગાઉ મોદીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે પવાર તેમના રાજકીય માર્ગદર્શક છે. તેથી તેમાં કોઈ રાજકારણ ન જુઓ. “

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!