મહારાષ્ટ્રમાં રાજનીતિનો હાઈવોલ્ટેજ ડ્રામા હજુ પણ યથાવત છે. તો બીજી તરફ ઘણા MLA શિંદે ગ્રુપમાં જોડાયા છે. તે કારણે ઠાકરે વધુ કમજોર પડ્યા છે. આ પહેલા ગત રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસ્થાન છોડીને માતોશ્રી પોતાના ઘરે પહોંચ્યા હતા.’
I won’t talk about any camp, I will talk about my party. Our party is strong even to this day…About 20 MLAs are in touch with us…when they come to Mumbai, you will get to know…will soon be revealed, in what circumstances, pressure these MLAs left us: Sanjay Raut, Shiv Sena pic.twitter.com/UBH9jH4qKs
— ANI (@ANI) June 23, 2022
શિંદેની સાથે ગુવાહાટીમાં હાજર છે 42 MLA
શિંદે ગ્રુપની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ મુજબ હોટલમાં એકનાથ શિંદેની સાથે સાથે મહારાષ્ટ્રના કુલ 42 ધારાસભ્યો હાજર છે. જેમાં શિવસેનાના 34, 8 અપક્ષ MLA શામેલ છે.

- આજે ઉદ્ધવ ઠાકરેની કોઈ બેઠક નથી: સંજય રાઉત
- અમારી પાર્ટી આજે પણ મજબૂત: રાઉત
- કેટલાક ધારાસભ્યો પક્ષ છોડીને જાય તો પક્ષ તુટે નહીં: રાઉત
- લાખો કાર્યકર શિવસેના સાથે: રાઉત
- આજે જે કઈ થયું તે ગદ્દારી છે:
શિવસેનાના ત્રણ સાંસદો પણ શિંદે જૂથના સંપર્કમાં
શિવસેના સામે એક નવી મુશ્કેલી આવી ગઈ છે. શિવસેનાના ત્રણ સાંસદો પણ ભાજપ અને શિંદે જૂથના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેમાં ભાવના ગવલી,(bhawna Gawli) રામટેક ક્રિપાલ તુમાને, (Ramtek Kripal tumane), રાજેન્દ્ર ગાવિતના (Rajendra Gawit)નામ સામેલ છે. બે સાંસદો પહેલેથી જ શિંદેની સાથે છે. જેમાં થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંતનો સમાવેશ થાય છે. શ્રીકાંત એકનાથ શિંદેના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના બગાવત પછી હવે શિવસેના અને ઉદ્ધવઠાકરેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક પછી એક ધારાસભ્યો સાથ છોડી રહ્યા છે. તો બીજી તરફ ગત રાત્રિએ મુખ્યમંત્રી આવાસ છોડીને ઉદ્વવઠાકરે પરિવાર સહિત માતોશ્રી પરત ગયા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે આજે પણ તેઓની પાર્ટી મજબૂત છે…તેઓએ એમ પણ દાવો કર્યો છે કે ,ગુવાહાટીમાં રહેલા 20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે..અને કઈ સ્થિતિમાં કયા દબાણ હેઠલ આ લોકોએ અમારો સાથ છોડ્યો તેનો જલ્દી ખુલાસો થશે.અમારા સંપર્કમાં 20 ધારાસભ્યો છે. હવે તે મુંબઈ પહોંચશે ત્યારે ખુલાસો કરશે. જો લોકોએ ઈડીના દબાણમાં પાર્ટી છોડી છે..તેઓ બાળાસાહેબના ભક્ત ન હોઈ શકે.

એકનાથ શિંદેના સમર્થનમાં લાગ્યા બેનર
ઠાણે જિલ્લાના પાલક મંત્રી અને શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેની પાર્ટી બગાવત પછી ઠાણે જિલ્લાના પદાધાકારી અને કાર્યકર્તા વેટ એન્ડ વોચની ભૂમિકામાં છે, કલ્યાણ- ડોંબિવલીમાં કેટલાક શિવસૈનિકોએ સોશિયલ મીડિયામાં એકનાથ શિંદેના સમર્થનમાં પોસ્ટ કરી છે. ત્યાર બાદ હવે ડોંબિવલીમાં બેનર પણ લાગ્યા છે.

13ને છોડીને તમામ આવશે, એકનાથ શિંદેનો મોટો દાવો
એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે ફક્ત 13 MLA છોડીને 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ શિવસેનાના વિધાયક દળના અસલી નેતા છે.
READ ALSO
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન