શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. આ દરમિયાન, તેમના કેમ્પમાંથી શિવસેનાના એક ધારાસભ્ય નાગપુર પરત ફર્યા છે. શિંદે કેમ્પથી પરત ફરેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ નાગપુર પહોંચ્યા અને કહ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. અને સુરત લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ બાળાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છે અને તેઓ ઘરે પાછા ફર્યા છે. નીતિન અકોલા જિલ્લાના બાલાપુરથી શિવસેનાના ધારાસભ્ય છે.

નીતિન દેશમુખે જણાવ્યું કે તે સુરતથી જ નાગપુર પરત ફરવા માંગે છે. પરંતુ 100-200 પોલીસકર્મીઓ તેમની પાછળ હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાથી તેમને પરત જવા દેવામાં આવ્યો ન હતો. નીતિન દેશમુખે દાવો કર્યો હતો કે મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એવું જૂઠ ફેલાવવામાં આવ્યું છે કે મારા પર હુમલો થયો છે. પરંતુ હું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે છું.
જોકે, ગુવાહાટીથી મુંબઈ પહોંચેલા નીતિન દેશમુખે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, મને હોસ્પિટલ લઈ ગયા બાદ 20થી 25 લોકોએ બળજબરી પૂર્વક ઈન્જેક્શન લગાવ્યું હતું. મને આશંકા છે કે, ગુજરાત પોલીસ દ્વારા મને હોસ્પિટલમાં ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મારી તબિયત સીરી હોવા છતા તે ઈન્જેક્શન શું હતા, મને કેમ આપવામાં આવ્યા હતા તેની મને કોઈ ખબર નથી.
તેમણે મુંબઈની ધરતી પર ફરી પગ મૂકતા કહ્યું કે, હું ઉદ્ધવ ઠાકરેનો અને શિવસેનાનો વફાદાર શિવસૈનિક હતો અને શિવસેનામાં જ રહીશ.
સામે પક્ષે શિવસેનાએ દાવો કર્યો છે કે, હોટલમાં જ્યારે નીતિન દેશમુખ મુંબઈ જવા માટે હંગામો કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો.
નીતિન દેશમુખની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી
એકનાથ શિંદેની સાથે મંગળવારે સુરત પહોંચેલા ધારાસભ્યોમાં નીતિન દેશમુખ પણ સામેલ હતા. જોકે, નીતિન દેશમુખની પત્ની પ્રાંજલી નીતિન દેશમુખે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે ગઈ કાલે સાંજે ચૂંટણી થઈ ત્યારે અને ટ્રેનમાં ચડતા પહેલાં તેણે મારી સાથે વાત કરી કે હું અકોલા જઈ રહ્યો છું. પરંતુ રાતથી કોઈ સંપર્ક થયો ન હતો. તેનો મોબાઈલ પણ બંધ છે. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાઉતે કહ્યું- ધારાસભ્યો પાછા આવશે
શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ વિશે કહ્યું કે જ્યારે કોઈપણ રાજ્યમાં આવી સ્થિતિ સર્જાય છે ત્યારે વિધાનસભા ભંગ કરવામાં આવે છે તે ઇતિહાસ છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ યથાવત્ છે. મને ખાતરી છે કે શિવસેનાના જે ધારાસભ્યો ગુવાહાટીમાં બેઠા છે તેઓ વિચારશે અને પરિવારમાં પાછા આવશે. રાઉતે કહ્યું, જે પણ કરવું પડશે, મહાવિકાસ અઘાડી તેને સાથે લેશે, પરંતુ જ્યાં સુધી ધારાસભ્યો મુંબઈ નહીં આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.
READ ALSO
- તીસ્તા સીતલવાડની ધરપકડને લઈ UNએ આપ્યું નિવેદન, ભારતે આપ્યો સણસણતો જવાબ
- જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી
- કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ