GSTV
Gujarat Government Advertisement

લોકસભામાં સાથ આપનાર આ પાર્ટી રાજ્યસભામાં મારશે પલટી, મોદી સરકારની બગાડશે બાજી

RTI

Last Updated on December 10, 2019 by Mayur

સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં મોદી સરકારના 119 સભ્યો છે. વિપક્ષના 100 સભ્યો છે. શિવસેના દગો આપે તો ભાજપની બાજી બગડી શકે છે. રાજ્યસભાના 19 સભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ નથી. આજે મંગળવારે સવારે શિવસેનાના સંજય રાઉતે એવું વિધાન કર્યું હતું કે હવે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી છે એટલે નાગરિકતા સુધારા ખરડા અંગે અમે પુનઃવિચાર કરી શકીએ છીએ.

રાજકીય પંડિતો માને છે કે આ વિધાનનો અર્થ એવો પણ થઇ શકે કે રાજ્યસભામાં શિવસેના ભાજપને મતદાન દરમિયાન દગો આપી શકે છે. આમેય છેક 2014થી શિવસેના ભાજપનો સાથીદાર હોવા છતાં સતત મોદી સરકારની વિરુદ્ધ સામનામાં એલફેલ લેખો પ્રગટ કરતી રહી હતી અને સંજય રાઉત ભાજપના ટોચના નેતાઓ માટે અત્યંત હલકી ભાષામાં વિધાનો કરતા હતા.

આમ છતાં ભાજપની નેતાગીરીએ શિવસેના વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. એટેલ કદાચ શિવસેના એવું માનતી થઇ ગઇ છે કે ભાજપ અમારું કશું બગાડી શકે એમ નથી. આમ પણ બુધવારે રાજ્યસભામાં ભાજપે સાવધ રહેવું જરૂરી છે. જો કે ભાજપના વ્યૂહ ઘડનારાઓ પૂર્વતૈયારીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Pravin Makwana

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!