GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શિવસેનાએ ભાજપ પાસે એ માંગણી કરી જેને ભાજપ કોઈ દિવસ પૂરી નથી કરવાનું

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેના અને ભાજપ વચ્ચે ફરીવાર વિવાદ સામે આવ્યો છે. બન્ને પાર્ટી વચ્ચે બેઠકની વહેચણીને લઈને તકરાર વધી છે. શિવસેના 135 બેઠકની માગ કરી રહી છે. જ્યારે ભાજપ શિવસેનાને 120થી વધારે બેઠક આપવા માટે તૈયાર નથી. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક છે.

સહયોગીઓને 18 બેઠક આપવા ઈચ્છે છે

શિવસેના અને ભાજપ પોતના સહયોગીઓને 18 બેઠક આપવા ઈચ્છે છે. ભાજપનું માનવુ છે કે, મહારાષ્ટ્રમાં 2014 બાદ પાર્ટીનો વોટશેર વધ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ પીએમ મોદીની છબી વધારે મજબૂત બની છે. બેઠકની વેંચણીને લઈને શિવસેના હવે ભાજપને રામ મંદિર સહિતના મુદ્દાઓને લઈને આડે હાથ લઈ રહી છે. શિવસેનાની માગ છે કે, મોદી સરકારે જે હિમ્મત દાખવીને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે. તેવી રીતે સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ કરાવે.

સંજય રાઉતનું નિવેદન

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ અને શિવસેનાના ગઠબંઝધન અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે. શિવસેનાએ ભાજપ પાસે વધારે બેઠકની માગ કરી છે. અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સાથે શિવસેના ફોર્મ્યુલા નક્કી કરશે. જોકે, બન્ને પક્ષ વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે તે નક્કી છે. આ પહેલા એવા પણ અહેવાલ આવ્યા હતા કે, શિવસેનાએ ભાજપ પાસે 135 જેટલી બેઠકની માગ કરી છે. જોકે, 135 બેઠક આપવા ભાજપ તૈયાર નથી.

READ ALSO

Related posts

નવા ટાઈટલની સાથે સામે આવ્યો Bigg Bossનો પ્રોમો, આ કલાકાર નહી બને શોનો હિસ્સો

Mansi Patel

તહેવારો લાગ્યું ઘાતક વાયરસનું ગ્રહણ, રાજકોટમાં જાહેર સ્થળો પર ફરવા જવા માટે લાદવામાં આવ્યો પ્રતિબંધ

pratik shah

અમિત શાહના કોરોના નેગેટિવ હોવા પર પ્રશ્નાર્થ, ગૃહ મંત્રાલયે કહ્યું- હજુ તો ટેસ્ટ જ નથી થયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!