GSTV

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Last Updated on June 18, 2021 by Damini Patel

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે મુંબઇમાં શિવસેના ભવન માત્ર એક રાજનૈતિક મુખ્યાલય નહીં, પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે. તેમણે કહ્યું કે કોઇએ પણ તેના તરફ કુદ્રષ્ટિ નાંખવાનું દુઃસાહસ ના કરવું જોઇએ. અયોધ્યામાં રામ મંદિર માટેની જમીન ખરીદીના વિવાદ અંગે શિવસેનાના મુખપત્ર સામનાની અંદર કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં ભાજપના યુવા મોરચાએ રેલી યોજી હતી. ત્યારબાદ બુધવારે દાદર વિસ્તારમાં શિવસેના ભવન બહાર ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

શિવસેનાના ધારાસભ્ય સદા સરવાણકરે કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે ભાજપના કાર્યકર્તાઓ શિવસેના ભવનમાં તોડફોડ કરવા માટે આવી રહ્યા છે. આ ઘટના વિશે સંજય રાઉતે કહ્યું કે શિવસેના ભવન મરાઠી અને મહારાષ્ટ્રનું પ્રતીક છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે કોઇએ પણ મને ગુંડાનું પ્રમાણ પત્ર આપવાની જરુર નથી, અમે પ્રમાણિત ગુંડા છીએ.

જો કોઇ શિવસેના ભવન પર હૂમલાનો પ્રયાસ કરે તો શું શિવસૈનિકો ચૂપ રહેશે? સામનામાં તો ખાલી આરોપો પર સ્પષ્ટીકરણની માંગ કરી હતી. તેમાં એવું શું હતું કે ભાજપ આટલી ગુસ્સે થઇ? અમે તો એવું લખ્યું હતું કે જો આરોપો ખોટા હોય તો આરોપ કરનારા લોકોને દંડ કરવામાં આવે.

સંજય

આ દેશમાં સ્પષ્ટીકરણ માંગવું શું અપરાધ છે? અમે એવું તો નહોતું લખ્યું કે આમા ભાજપ જવાબદાર છે. શું તમેં ભણેલા નથી? શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ન્યાસ એક સ્વાયત સંસ્થા છે. તેમાં ભાજપની ભૂમિકા શું છે?

Read Also

Related posts

BIG NEWS / રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહત્વનો નિર્ણય ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ

Dhruv Brahmbhatt

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

સોખડાધામ / શાસ્ત્રોક્ત વિધી મુજબ આજે હરિપ્રસાદ સ્વામીના થશે અંતિમ સંસ્કાર, વરિષ્ઠ સંતો રહેશે હાજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!