GSTV
Home » News » પવાર અને માયાવતીનું ચૂંટણી ન લડવું NDAની જીતનો સંકેતઃ શિવસેના

પવાર અને માયાવતીનું ચૂંટણી ન લડવું NDAની જીતનો સંકેતઃ શિવસેના

shiv sena

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો કે, લોકસભામાં એનડીએની જીતના સંકેત બાદ બસપા અધ્યક્ષ માયાવતી અને એનસીપી સુપ્રીમો શરદ પવારે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. બસપા માત્ર યુપીમાં છે પરંતુ માયાવતીએ ચૂંટણી ન લડવાના લીધેલા નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે, બસપા ચૂંટણી લડવાથી બચી રહી છે.

સામનામાં કહેવામાં આવ્યું કે, શરદ પવારે માઢા બેઠક પરથી ભાગવાનો રસ્તો પસંદ કર્યો. શરદ પવાર દેશમાં વિપક્ષની પાર્ટીને એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેઓ પોતાના પરિવારના સભ્ય અને પાર્ટીના સભ્યોને એકજુટ કરવામાં અ સફળ રહ્યા  છે. 

સામાનમાં દાવો કરવામાં આવ્યો કે, માયાવતીને યુપીમાં કોંગ્રેસ કે ભાજપથી કોઈપણ પ્રકારનો ડર નથી. પરંતુ કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં પ્રિયંકા ગાંધીને ઉતારતા માયાવતીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.  એટલે કે પીએમ બનવાનું સપનુ જોઈ રહેલા બે દાવેદાર મેદાન છોડીને ફરાર થયા છે.

Read Also

Related posts

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

Alpesh karena

અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

Path Shah