GSTV
Home » News » મહારાષ્ટ્રમાં ભાજપને જોરદાર ફટકો, શિવસેનાએ આ બેઠકો પર ઉભા રાખ્યા ઉમેદવારો

મહારાષ્ટ્રમાં ભાજપને જોરદાર ફટકો, શિવસેનાએ આ બેઠકો પર ઉભા રાખ્યા ઉમેદવારો

ભારતીય જનતા પાર્ટી અને શિવસેના મળીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. નામાંકનના અંતિમ રાઉન્ડ સુધીમાં બંને પક્ષોમાં બેઠક વહેંચણી અંગે સમજૂતી થઈ હતી, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં શિવસેનાએ પોતાને ગઠબંધન કરતાં આગળ રાખ્યું છે અને ભાજપના ખાતા ધરાવતી બેઠકો ઉપર પણ પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે.

શિવસેનાએ આ બેઠકો પર BJP સામે ઉમેદવાર ઉતાર્યા

  • માણ અને કંકાવલી બે એવી વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ બીજેપીના ઉમેદવાર હોવા છતા પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે.
  • કંકાવલી બેઠક પરથી BJPએ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને ટિકિટ આપી છે. તો માણ બેઠક પરથી જયકુમાર ગોરેને ચૂંટણી મેદાન પર ઉતાર્યા છે.
  • નિતેશ રાણે અને જયકુમાર ગોરે વર્ષ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી અને હાલ BJPમાં સામેલ થયા છે.

બેઠકોની હુંસાતુંસી અને વિરોધનું કારણ

  • કંકાવલી બેઠકથી ભાજપા ઉમેદવાર નિતેશ રાણેના વિરોધ પાછળ જુની અદાવત માનવામાં આવે છે.
  • નિતેશ રાણેના પિતા નારાયણ રાણે પહેલા શિવસેનામાં હતા.
  • 2005માં નારાયણ રાણે શિવસેનાને છોડી કોંગ્રેસમાં ગયા હતા.
  • નારાયણ રાણે કોંગ્રેસમાં જઇને ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લીધા હતા.
  • ત્યારબાદ નારાયણ રાણે 2017માં કોંગ્રેસ છોડી દીધી હતી.
  • ત્યારબાદ રાણે સ્વાભિમાન પક્ષ નામથી પોતાની પાર્ટી બનાવી અને તેને ભાજપમાં વિલય કરી નાંખી.
  • ભાજપે પોતાની ટિકિટ પર નારાયણ રાણેને રાજ્યસભામાં મોકલ્યા હતા.

નિતેશની ટિકિટનો વિરોધ

  • નારાયણ રાણે બીજેપી સાથે આવ્યા બાદથી જ શિવસેના કંકાવલી બેઠક પર નિતેશની ટિકિટનો વિરોધ કરી રહી હતી.
  • માનવામાં આવે છે કે નિતેશ રાણેને ટિકિટ આપવા પાછળનું કારણ નારાયણ રાણે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો જુનો તણાવ હતો.
  • આ જ કારણે નિતેશ રાણેનું નામ બીજેપીની પહેલી બે લિસ્ટમાં જાહેર નહોતું કરાયું.
  • કંકાવલીથી નિતેશ રાણેની સામે શિવસેનાએ સતીશ સાવંત અને માણમાં જયકુમાર ગોરે વિરુદ્ધ શેખર ગોરેને ઉતાર્યા છે.

READ ALSO

Related posts

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટનો નવો જજ

Mayur

દેશનો સમય બરબાદ કરવા બદલ સુન્ની વક્ફ બોર્ડને પાંચ કરોડનો દંડ ફટકારવો જોઈએ : રાશિદ અલ્વી

Mayur

ઉત્તર પ્રદેશની આ કદાવર નેતાએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ખળભળાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!