GSTV
India News Trending

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

નીતિશ કુમાર

બિહારના સીએમ નીતિશ કુમારે ભાજપ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવ્યા બાદ શિવસેના ખુશ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું કહેવું છે કે નીતીશ કુમારના આ પગલાએ ભાજપ માટે તોફાન સર્જયુ છે જે આવનારા સમયમાં ચક્રવાતમાં ફેરવાઈ જશે.

ચૂંટણી

શિવસેનાએ કહ્યું કે આનાથી દેશભરમાં વાતાવરણ સર્જાશે અને આ તોફાન 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચક્રવાતમાં ફેરવાઈ જશે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં નીતિશ કુમારના વખાણ કરતા લખ્યું છે કે તેમનો નિર્ણય ઘણો સારો છે. સામનામાં શિવસેનાએ લખ્યું છે કે ભાજપે નીતિશ કુમારની પાર્ટી જેડીયુને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે રિવર્સ ફટકો આપતા તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં શિવસેનાએ આ બહાને ફરી એકનાથ શિંદે પર પ્રહારો કર્યા છે. શિવસેનાએ કહ્યું કે એકનાથ શિંદેએ દિલ્હી દરબાર સામે માથું નમાવ્યું હતું. શિંદે સમજવું જોઈએ કે નીતિશ કુમારે ભાજપ વિના જીવી શકાય તેવો રસ્તો બતાવ્યો છે.

READ ALSO

Related posts

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV