GSTV

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારી, NCP-કોંગ્રેસની વચ્ચે ફસાઈ ગઈ શિવસેના

Last Updated on November 12, 2019 by Mansi Patel

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી સાંજ સુધી રાહ જોશે તે બાદ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી શકે છે. મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર રચાય તે માટે રાજ્યપાલે ત્રણ પ્રમુખ પક્ષ સાથે વાતચીત કરી તેઓને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ સરકાર રચવામાં ભાજપ અને શિવસેના નિષ્ફળ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં બેશક રાજકીય સમીકરણો ઝડપથી બદલાઇ રહ્યા છે, પરંતુ સરકાર રચવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ નથી. શિવસેનાએ મુખ્યમંત્રી પદ માટે ભાજપ સાથેની 30 વર્ષ જુની મિત્રતાને તોડી નાખી. તેમ છતાં, તે સરકાર બનાવી શક્યા નથી. હવે રાજ્યપાલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. જેને 24 કલાકમાં સરકાર રચવા સમર્થન પત્ર આપવાનો રહેશે. રાજકીય સમીકરણમાં એનસીપી અને શિવસેના મોટાભાગે સરકાર બનાવવા માટે સંમત થયા હોય તેવું લાગે છે, પરંતુ છેલ્લો દાવ હવે કોંગ્રેસના સમર્થન પર અટવાયો છે. કારણ કે સંજય નિરૂપમ જેવા નેતાઓ શિવસેના સાથે સરકાર બનાવવાની તરફેણમાં નથી.

ભાજપ અથવા શિવસેનાને નહી આપે સમર્થન

જ્યારે એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને પૂછવામાં આવ્યું કે શું તેમનો પક્ષ શિવસેનાને ટેકો આપશે, તો તેમણે કહ્યું કે, અમારું વલણ સ્પષ્ટ છે. શિવસેના અને ભાજપ વચ્ચે કોઈ ફરક નથી. અમે ભાજપ કે શિવસેનાને સમર્થન આપીશું નહીં. કોંગ્રેસ પણ તેનો સાચો રંગ બતાવી રહી છે.

મુંબઈ જશે કોંગ્રેસનાં નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને અહેમદ પટેલ આજે સાંજ સુધીમાં મુંબઇની મુલાકાતે આવશે. જ્યાં તેઓ એનસીપીના નેતાઓ સાથે વાત કરશે. ખડગેએ કહ્યું, ‘એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પહેલાનું જોડાણ છે અને સામૂહિક વાટાઘાટ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમારી એનસીપી સાથે વાત ચાલુ છે. એકવાર સમજૂતી થઈ ગયા પછી, અમે તેને આગળ લઈ જઈશું. ‘ આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ માનિક રાવ ઠાકરેએ કહ્યું હતું કે દિલ્હીથી કોઈ નેતા આવી રહ્યા નથી.

READ ALSO

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!