મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. સીએમ ઠાકરેની અપીલ છતાં પણ શિવસેનાના ધારાસભ્યોની બાજુ બદલવાની પ્રક્રિયા ચાલુ છે. બુધવારે રાત્રે, ગુવાહાટીમાં વધુ ચાર ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. એટલું જ નહીં આજે વધુ બે ધારાસભ્યો ગુવાહાટી જઈ શકે છે.

બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે ચાર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. એકનાથ શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આ હોટલમાં રોકાયા છે. મળતી માહિતી મુજબ આ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. બાકીના બે ધારાસભ્યો (મંજુલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ) અપક્ષ છે.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
— ANI (@ANI) June 23, 2022
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો. કેમ કે, ઉદ્ધવની અપીલ બાદ પણ શિવસેનાના વધુ ચાર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે. બુધવારે રાત્રે શિવસેનાના ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી. ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મંગેશ કુદાલકર અને દાદરથી શિવસેનાના ધારાસભ્ય સદા સર્વકર પણ શિંદે જૂથમાં સામેલ થયા છે.

વધુ બે ધારાસભ્યો ગુવાહાટી જઈ શકે છે
આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવણકર ગુવાહાટી જવાના અહેવાલ છે. સવારે ગુવાહાટી પહોંચેલા ધારાસભ્યોમાં આ બંને પણ સામેલ છે કે કેમ, તે હજુ સ્પષ્ટ થયું નથી. જો આ ધારાસભ્યો દાવા પ્રમાણે શિંદે કેમ્પમાં જોડાય તો શિંદે સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 થઈ જશે, જ્યારે અન્ય 12 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું કહેવાય છે.
READ ALSO
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ