GSTV
India News Trending

શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને જંગ બન્યો તેજ, શિંદેના દાવા બાદ ઈલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરેને રજૂઆત માટે આપ્યો કાલ સુધીનો સમય

મહારાષ્ટ્રમાં શિવસેના પર કોનો અધિકાર તેને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે. અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી પહેલા એકનાથ શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિન્હ ‘ધનુષ અને તીર’ પર દાવો કર્યો છે. આ માટે શુક્રવારે શિંદે જૂથ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. શિંદેએ આવેદનમાં શિવસેનાનું ચિહ્ન ધનુષ અને તીરની ફાળવણીની માંગણી કરી છે. તે જ સમયે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માટે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવતીકાલે બપોર સુધી તમારા તરફથી કોઈ જવાબ નહીં મળે તો આયોગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

ચૂંટણી પંચે બંને પક્ષોને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવા કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી કોઈ દસ્તાવેજો રજૂ કર્યા ન હતા. ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરેને એક પત્ર જારી કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેએ માંગ કરી છે કે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. આ સંબંધની એક નકલ તમને ઈમેલ દ્વારા પહેલેથી જ આપવામાં આવી ચૂકી છે. પરંતુ હજુ સુધી તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. તે જ સમયે અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં યોજાનારી પેટાચૂંટણી માટે નોમિનેશન પણ કરવાનું છે.

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે તમે 8 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યા સુધી તમારા દસ્તાવેજો રજૂ કરી શકો છો. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારી તરફથી કોઈ જવાબ નહીં મળે તો આયોગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. 27 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એ નક્કી કરવા માટે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અસલી શિવસેનાની કમાન એકનાથ શિંદેના હાથમાં હશે કે પછી ઉદ્ધવ ઠાકરે પાસે રહેશે.

બંને નેતાઓએ એકબીજા પર સાધ્યું હતું નિશાન

શિવસેનાના બે ભાગ થયા પછી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે સતત એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. 5 ઓક્ટોબરે યોજાયેલી દશેરા રેલીમાં બંને નેતાઓએ એકબીજા પર જોરદાર વાક પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ઉદ્ધવે શિંદેને કટપ્પા બતાવી દીધા. તે જ સમયે એકનાથ શિંદેએ પણ પલટવાર કરતાં ઉદ્ધવ ઠાકરે પર કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ના હોય! / યુપીમાં ઉંદરની હત્યાના આરોપમા યુવકની ધરપકડ બાદ જામીન પર મુક્તિ, ફોરેન્સિક રિપોર્ટેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Kaushal Pancholi

પંચાંગ તા.2-12-2022, શુક્રવાર: આજે માગશર સુદ દસમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

Kaushal Pancholi

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાટાઘાટો કરવા તૈયાર’ : મેક્રોન અને બિડેનનું સંયુક્ત નિવેદન

Padma Patel
GSTV