GSTV

મહારાષ્ટ્રમાં જે મોદી સરકાર પાંચ વર્ષે પણ ન કરી શકી તે કામ ઉદ્ધવ એક મહિનામાં કરવા જઈ રહ્યાં છે

શિવસેનાના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું ૯ ફૂટ ઊંચુ પૂતળું દક્ષિણ મુંબઇમાં ઉભુ કરવાનો પ્રસ્તાવ ગત ચાર વર્ષથી મુંબઇ મહાનગર પાલિકા સમક્ષ પ્રલંબિત છે. હવે શિવસેના મહારાષ્ટ્રમાં સત્તા આવી હોવાથી ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં બાળાસાહેબની જયંતિદિન સુધીમાં આ પૂતળું ઉભુ કરવાનું કામ પૂર્ણ થશે, એવી આશા વ્યક્ત કરાય છે.

૨૩ જાન્યુઆરી બાળાસાહેબ ઠાકરેનો જન્મદિવસ છે. આથી મહિનાભરમાં આવનારા આ દિવસ સુધી આ પૂતળું તૈયાર કરવાનું કામ પૂર્ણ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૧૫માં તત્કાલીન મુંબઇ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ યશોધર ફણસેએ રાજકીય ગુ્રપ લીડરની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ મેયર સ્નેહલ આંબેકરે આ પ્રસ્તાવની નોંધ લીધી હતી. ત્યારબાદ પાલિકાએ બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું નિર્માણ કરવાની લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવને મુંબઇ હેરિટેજ કમિટિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાયો હતો.

ડો. શ્યામ પ્રસાદ મુખરજી ચોકમાં ટ્રાફિક આઇલેન્ડના ત્રિકોણ જગામાં બાળાસાહેબ ઠાકરેનું પૂતળું ઉભુ કરવાનું નક્કી થયું છે. મહારાષ્ટ્ર રાજ્ય પોલીસની મુખ્ય કચેરી સામે જગા છે. ફોર્ટ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયની જગાનો ભાગ છે. આ કામ માટે મુંબઇ નાગરિક કળા આયોગની સંમતી આવશ્યક છે. આ આયોગ દ્વારા સાર્વજનિક જગામાં કલાત્મક કામનું નિરિક્ષણ અને દેખભાળનું કામ જોઇએ છે. હવે બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે હવે રાજ્યના મુખ્ય પ્રધાન પદે નિયુક્ત થવાથી શિવસેના પ્રમુખની જયંતિ સુધીમાં પૂતળું ઉભુ થઇ જશે એવું રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

READ ALSO

Related posts

BIG NEWS/ દિપીકા પાદુકોણનું નામ આવ્યુ સામે, ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીએ કરેલા ચેટમાંથી રહસ્યો ખુલ્યા

Pravin Makwana

દેશનો પહેલો હેપીનેસ સરવે, આ રાજ્યના વ્યક્તિઓ દેશમાં છે સૌથી વધુ ખુશ

Mansi Patel

પ્લેનમાં કોરોનાનું સૌથી વધારે જોખમ, એક સંક્રમિત વ્યક્તિ આટલા વ્યક્તિઓને બનાવી શકે છે પોઝિટીવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!