GSTV

મહારાષ્ટ્રની કિંગમેકર ગણાતી શિવસેનાની દાદાગીરી ઘરમાં ન ચાલી, ભૂંડી મળી હાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ કોની સરકાર બનશે, આ ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે. બીજેપીની સહયોગી પાર્ટી શિવસેના મહારાષ્ટ્રમાં કિંગમેકર બનતી જોવા મળી રહી છે. જો કે શિવસેના ભલે આ ચૂંટણીમાં કિંગમેકર બનીને ઉભરી હોય પરંતુ તેને ઘરમાં જ શરમસાર થવું પડે છે. શિવસેનાએ આ ચૂંટણીમાં બાંદ્રા ઇસ્ટ સીટ ગુમાવી છે.

જણાવી દઇએ કે આ વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે પરિવારનું ઘર માતોશ્રી સ્થિત છે. અહીંથી શિવસેનાના ઉમેદવાર અને મુંબઇના મહાપોર વિશ્વનાથ મહાદેશ્વર કોંગ્રેસના જીશાન સિદ્દીકી સામે હારી ગયાં છે. સાથે જ ધારાસભ્ય તૃપ્તિ સાવંતને બળવાખોરી કરવાનું નુકસાન ભોગવવું પડ્યુ છે. જણાવી દઇએ કે શિવસેનાએ ચૂંટણી પહેલાં ધારાસભ્ય રહેલી તૃપ્તિ સાવંતે નિર્દળીય બ્યૂગલ ફૂંક્યુ.

જો કે તેણે હારનો સામનો કરવો પડ્યો. શિવસેના વર્ષ 2009થી આ સીટ પર સતત જીત મેળવતા આવ્યાં છે. પરંતુ આ વખતે પાર્ટીએ તૃપ્તિની ટિકિટ કાપીને વિશ્વનાથને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. સાથે જ પાર્ટીએ તૃપ્તિને તેનું નોમિનેશન પરત લેવા પણ કહ્યું. જો કે તેને નોમિનેશન પરત ન મળ્યુ. શિવસેનાએ આ આંતરિક કલેશનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને ફાયદો કોંગ્રેસને મળી રહ્યો છે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

લોકડાઉન વચ્ચે બીજી પત્નીને મળવા પોલીસ પાસે માગી મંજૂરી, પોલીસે કહ્યું હમણા એકથી કામ ચલાવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!