GSTV

શિવસેનાએ ઈન્દિરા ગાંધીને શહીદ અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા, મોદી સરકારને આપી આ સલાહ

Last Updated on November 30, 2019 by

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યાં બાદ શિવસેનાનું સ્ટેન્ડ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા અંગે સવાલ ઉઠાવ્યા છે. સામનામાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ કે ગાંધી પરિવાર સાથે રાજકીય વિવાદ કે મતભેદ હોય શકે છે પરંતુ કોઈના જીવ સાથે રમત ન કરો અને સુરક્ષા વ્યવસ્થાની મજાક ન કરો. સામનામાં શિવસેનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શહીદ અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા છે.

સામનામાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરી, આ હત્યા બાદ ગાંધી પરિવારને ખતરો હોવાને કારણે તેમની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી. જો કે હાલની સરકારે તેમના જીવને કોઈ ખતરો નથી તેમ જણાવી સુરક્ષા હટાવી દીધી છે. શિવસેનાએ કહ્યું છેલ્લાં પાંચ વર્ષમાં નહેરૂ પરિવાર સાથેનો વેર વધી ગયો છે. શિવસેના વધુમાં લખ્યું કે ઈન્દિરા ગાંધી કોઈ એક પાર્ટીના ન હતા તેઓ રાષ્ટ્રના હતા.

સાથે જ તેઓએ લખ્યું કે વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય નેતા આજે પણ સુરક્ષાના પિંજરામાં જ ફરે છે જેનો અર્થ થયો કે દેશ આજે પણ સુરક્ષિત નથી. સુરક્ષા વ્યવસ્થાવાળા નેતાઓમાં ભારતના વડાપ્રધાન મોદીનું નામ ઉપલા ક્રમાંકમાં છે. શિવસેનાએ સરકાર પર સવાલ કર્યા કે વિરોધીઓની સુરક્ષા હટાવીને સત્તાધારી લોકોની સુરક્ષા વધારવામાં આવે છે. સાથે જ ગાંધી પરિવારના સુરક્ષા કાફલામાં જૂની ગાડીઓને મોકલવાની ખબર ચિંતાજનક છે તેનો પણ ઉલ્લેખ સામનામાં કરાયો છે. ત્યારે વડાપ્રધાને આ અંગે ધ્યાન આપવું જોઈએ તેવો ઉલ્લેખ પણ કરાયો છે.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!