GSTV
Home » News » મુકેશ અંબાણીએ જેમનાં માટે પ્રચાર કર્યો તે કોંગ્રેસનાં ઉમેદવાર પણ હાર્યા

મુકેશ અંબાણીએ જેમનાં માટે પ્રચાર કર્યો તે કોંગ્રેસનાં ઉમેદવાર પણ હાર્યા

આજે 17મી લોકસભાના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે. જેમાં ફરી એકવાર દેશભરમાં મોદી લહેર અને ભાજપે તમામનાં સુપડા સાફ કરી નાંખ્યા છે. મોદી નામની સુનામીમાં કોંગ્રેસ સહિતના મોટા ભાગના માથાઓ વધેરાઈ ગયા છે. જેમાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાનો પણ કારમો પરાજય થયો છે.

Milind Deora

મિલિંદ દેવરા મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં ખાસ્સુ જાણીતું નામ છે. મુંબઈ કોંગ્રેસમાં દેવરા પરિવારની હંમેશાથી ગજ વાગતો આવે છે. પરંતુ આ વખતે તેમને મોદી લહેર નડી ગઈ છે. તેઓ મોદી લહેરમાં કાયદેસર તણાઇ ગયા છે.દક્ષિણ મુંબઈ બેઠક પરથી દેવરાનો શિવસેનાના અરવિંદ સાવંત સામે પરાજય થયો છે.

મહત્વની વાત એ છે કે, મિલિંદ દેવરા માટે દેશના સૌથી જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પ્રચાર કર્યો હતો. તેમ છતાંયે મિલિંદ દેવરા પોતાની બેઠક બચાવી શક્યા નહોતા.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!