GSTV

અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેનાના વલણથી નારાજ ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી શરૂ

અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન શિવસેનાના વલણથી ભાજપ નારાજ થયું છે. જેથી ભાજપે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી છે. એકલા હાથે ચૂંટણી લડવાનો સંકેત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન શિવસેનાએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.  શિવસેનાના આ પ્રકારના વલણથી ભાજપ નારાજ થયું છે. અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાતચીત કરી હતી.

શિવસેનાના વલણ બાદ અમિત શાહે જણાવ્યુ કે, શિવસેના કેટલાક સમયથી અયોગ્ય વ્યવ્હાર કરી રહી છે.  ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર રહેશે. મહત્વનું છે કે, શિવસેનાએ  અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા મોદી સરકારને સમર્થન કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી શિવસેનાથી નારાજ થયેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે એકલા હાથે હાથે ચૂંટણી લડવાની તૈયાર રહેવાનું જણાવ્યુ છે.

Related posts

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah

મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35નો રિપોર્ટ આવવાનો બાકી

Karan
Do NOT follow this link or you will be banned from the site!