કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમાર માત્ર ટેક્સ ચૂકવીને તેમની ગેરકાયદે સંપત્તિને કાયદેસર કરી શકે નહીં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ગુરૂવારે કોર્ટમાં જણાવ્યું હતું. ઈડીએ મની લોન્ડરિંગના એક કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવકુમારની જામીન અરજીનો વિરોધ કરતાં આ દલીલ કરી હતી.
ઈડીએ વિશેષ ન્યાયાધીશ અજય કુમાર સમક્ષ દલીલ કરી હતી કે શિવકુમારને છોડી મુકવામાં આવશે તો તેઓ મની લોન્ડરિંગના તેમના ‘ગંભીર ગૂનાઓ’ની માહિતી ધરાવતા લોકો પર પ્રભાવ પાડી શકે છે.
અધિક સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે ઈડી વતી હાજર થતાં જણાવ્યું કે તપાસ દરમિયાન તેઓ સહકાર આપી નથી રહ્યા અને રૂ. 800 કરોડના મૂલ્યની મિલકતોના હસ્તાંતરણના સ્રોતનો તેઓ તર્કસંગત ખુલાસો આપી શક્યા નથી. તેમણે સંપત્તિની કરેલી જાહેરાત અસંબંદ્ધ છે. પ્રશ્ન એ છે કે તેમણે આ સંપત્તિ કેવી રીતે ખરીદી છે. તેઓ આ મિલકતો પરનો કર ચૂકવે તો પણ તે મિલકતો ગેરકાયદે જ ગણાય. માત્ર કર ચૂકવીને તેઓ ગેરકાયદે મિલકતોને કાયદેસર બનાવી શકે નહીં.
ઈડીએ જણાવ્યું કે શિવકુમારે કરેલા દાવાઓ ‘અવિશ્વસનીય’ છે. તેમનું કહેવું છે તેઓ ખેડૂત છે. તેમણે છેલ્લા 20 વર્ષમાં કૃષિમાંથી રૂ. 1.38 કરોડની આવક કરી હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે સંપૂર્ણ મિલકતનું મૂલ્ય રૂ. 800 કરોડ છે. રૂ. 1.38 કરોડનું રોકાણ રૂ. 800 કરોડ બની ગયું તે બાબત અવિશ્વસનીય છે તેમ ઈડીએ જણાવ્યું હતું.
કર્ણાટક કોંગ્રેસ તરફથી હાજર થયેલા વરીષ્ઠ વકીલ દાયન ક્રિશ્નને ઈડીની દલીલોનો વિરોધ કરતા કહ્યું કે શિવકુમારે ક્યારેય એવો દાવો નથી કર્યો કે મિલકતમાંથી નજીવી આવક રૂ. 800 કરોડ થઈ ગઈ છે. અદાલતે આ કેસની વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.
કોંગ્રેસના સંકટમોચક ગણાતા ડી. કે. શિવકુમારને તિહાર જેલમાં નંબર-7 જેલમાં મોકલાયા છે. આ જેલ નંબર-7માં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ પણ 5મી સપ્ટેમ્બરથી ન્યાયિક અટકાયતમાં છે. સૂત્રો મુજબ શિવકુમારને ગુરૂવારે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાંથી રજા અપાયા પછી તિહાર જેલમાં નંબર-7ની જેલમાં લઈ જવાયા હતા.
શિવકુમાર તિહારમાં ચિદમ્બરમના પડોશી બનવા છતાં તેમની મુલાકાત થાય તેવી સંભાવનાઓ બહુ ઓછી છે. તિહારની જેલ નં.-7 વિશેષરૂપે આર્થિક ગુનેગારો અથવા ન્યાયિક અટકાયતમાં મોકલાય તેવા આરોપીઓ માટે છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિને પણ ગયા વર્ષે આ જ જેલમાં રખાયા હતા.
READ ALSO
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ