GSTV
Home » News » સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

બોલીવુડના દબંગ સલમાન ખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘દબંગ 3’ને લઇને ઘણો વ્યસ્ત છે. ફરી એકવાર રૂપેરી પડદે ચુલબુલ પાંડે એટલે કે દેશી રોબિહુડના અંદાજમાં વાપસી કરવા જઇ રહેલા સલમાન ખાને તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મનું મોશન પોસ્ટર રિલિઝ કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મને લઇને અન્ય એક ખબર સામે આવી રહી છે જે સલમાનના ફેન્સના દિલોની ધડકન વધારી દેશે.

જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાન વર્ષો બાદ ફરી એકવાર દબંગ 3માં શર્ટલેસ અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં સલમાન એક સીનમાં શર્ટલેસ નજરે આવશે અને પોતાની બૉડીથી ફેન્સના દિલોની ધડકન વધારશે. જાણવા મળી રહ્યું છે કે આ સીન ફિલ્મના ક્લાઇમેક્સમાં દર્શાવામાં આવશે.

જાણવા મળી રહ્યુ છે કે કિક-2 વિલંબમાં મુકાવાના કારણે હવે સલમાન ખાનની દબંગ 3 આગામી વર્ષે ઇદ પર રિલિઝ કરવામાં આવશે. પરંતુ પોતાના આ નવા મોશન પોસ્ટરમાં સલમાન ખાને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધુ છે.

સલમાન ખાને તાજેતરમાં જ મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 3નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું અને ચુલબુલ રોબિનહુડ પાંડેની પહેલી ઝલક બતાવી. સલમાને હિન્દી સહિત તમિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં મોશનનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

સલમાન ખાને ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું કે, આવી રહ્યો છે ચુલબુલ રોબિનહુડ પાંડે. 100 દિવસ પછી. સ્વાગત તો કરો અમારું. આ ફિલ્મનું નિર્દેશન કોરિયોગ્રાફર પ્રભુ દેવા કરશે. આ સીરિઝની ત્રીજી સીઝન છે. આ સીરિઝની પહેલી ફિલ્મ દબંગ 2010માં રિલીઝ થઈ હતી.

જેનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું હતું. જ્યારે દબંગ 2નું નિર્દેશન અરબાઝ ખાને કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા જોવા મળશે. સોનાક્ષીએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, દબંગ 3 આ વર્ષની ચોથી ફિલ્મ અને છેલ્લી રિલીઝ પણ હશે. આ વર્ષ સોનાક્ષીની ખાનદાની શફાખાના, કલંક અને મિશન મંગલ રિલીઝ થઈ ચૂકી છે.

9 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. નવ વર્ષ પૂરા થવા પર સોનાક્ષીએ કહ્યું કે, ફિલ્મ દબંગ મારા માટે બહુ જ સ્પેશિયલ ફિલ્મ છે. આજે દબંગની નવમી એનિવર્સરી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મારું નવમું વર્ષ ચાલી રહ્યું છે.હું બહુ જ ખુશ છું કે અમે ફિલ્મનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!