GSTV

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

શિરોમણી અકાલી દળે કેન્દ્રની મોદી સરકાર સાથે છેડો ફાડી નાખ્યો છે. અકાલીદળે હવે NDAમાંથી હટી જવાની નક્કી કરી લીધુ છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ખુદ આ જાણકારી આપી છે.

આ સમાચાર હાલમાં આવ્યા છે, તે અંતર્ગત અમે આપને જણાવા જઈ રહ્યા છે છેલ્લા થોડાક દિવસોમાં જે રીતે અકાલી દળને મોદી સરકાર સાથે કૃષિ બિલને લઈ વિવાદ સર્જાયો અને તે બાદ મોદી સરકારમાં એક માત્ર સાંસદ રહેલા હરસિમરત કૌરે રાજીનામું આપ્યા બાદ સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો. આપને જણાવી દઈએ કે, મોદી સરકારે સંસદમાં બહુંમતીના જોરે જે રીતે કૃષિ બિલ પાસ કરાવી લીધા છે, તેના વિરોધ હરિયાણા અને પંજાબમાં ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે.

આ અગાઉ શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલે શનિવારે માંગ કરી હતી કે પંજાબ સરકાર તાત્કાલિક એક વટહુકમ લાવે જેમાં સમગ્ર રાજ્યને કૃષિ બજાર જાહેર કરવામાં આવે જેથી કેન્દ્રના કૃષિ બીલોનો અમલ અહીં થતો અટકાવી શકાય. એસએડીએ એક નિવેદનમાં કહ્યું, “આખો દિવસ અકાલી ફોબિયાઓ દ્વારા ત્રાસ ગુજારવાને બદલે અને તમારા વિરોધીઓ સામે હલ્કા આક્ષેપો કરવામાં વ્યસ્ત રહેવાને બદલે મુખ્ય પ્રધાન કેપ્ટન અમીરાન્દરસિંહે ખેડૂતોની સુરક્ષા માટે પગલાં ભરવા જોઈએ.

બાદલે કહ્યું કે, “પંજાબમાં કેન્દ્રના નવા કાયદા લાગુ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે રાજ્યના સમગ્ર બજારને કૃષિ પેદાશ બજાર તરીકે જાહેર કરવું.” તેમણે કહ્યું કે, કોઈપણ ક્ષેત્ર કે જેને બજાર જાહેર કરવામાં આવ્યું છે તે નવા કાયદાના અવકાશની બહાર છે. તેમણે કહ્યું કે આ ‘મોટા કોર્પોરેટ શાર્ક’ રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં.

ઠેર ઠેર ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

ખેડૂતોની સમસ્યાઓના નામે મત માગીને કેન્દ્રમાં આવેલી મોદી સરકાર સામે હવે ખેડૂતોનો જ રોષ વધી રહ્યો છે. આ વર્ષે માત્ર નવ મહિનામાં જ ખેડૂતોએ 50 વખત મોટા આંદોલનો કરવા પડયા છે. જ્યારે મોદી સરકારના શાસનમાં ખેડૂતોના આંદોલનમાં 700 ટકાનો ઉછાળો આવ્યો છે. કેન્દ્રમાં મોદી સરકાર બની ત્યારથી લઇ અત્યાર સુધીમાં ખેડૂતોના આંદોલનમાં 700 ટકાનો વધારો થયો છે. આ આંકડા માત્ર 2014થી 2016 દરમિયાનના જ છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના લોકોના ગેરકાયદે એકઠા થવાના આંકડા મુજબ 2014માં ખેડૂતોના આંદોલનની સંખ્યા 628 હતી તે વધીને બાદમાં 4837એ પહોંચી ગઇ હતી.

જોકે એવુ નથી કે અગાઉ મોદી સરકાર પહેલાની સરકારોમાં ખેડૂતોના આંદોલનો નહોતા થતા, અગાઉ આંદલનો થતા તેમાં ખેડૂતોની સંખ્યા સામાન્ય રહેતી પણ જ્યારથી કેન્દ્રમા મોદી સરકાર રચાઇ છે ત્યારથી બહુ જ મોટી સંખ્યામાં આંદોલનોમાં ખેડૂતો જોડાવા લાગ્યા છે તેમ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. 2017માં તમિલનાડુના ખેડૂતો હાડપિંજર અને ખોપડીઓ સાથે દિલ્હી પહોંચ્યા હતા, જેણે રાષ્ટ્રીયસ્તરે ચર્ચા જગાવી હતી.

2017માં મ. પ્રદેશમાં ખેડૂત આંદોલનમાં છ ખેડૂતોના ગોળીબારમાં મોત થયા હતા. ધીરે ધીરે આંદલનો વધતા ગયા અને પુરા દેશના 300 જેટલા ખેડૂત સંગઠનો એક મોટા સંગઠન હેઠળ આવી ગયા, જેને ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી નામ અપાયું, આ બેનર હેઠળ 20 રાજ્યોના ખેડૂતો એકઠા થવા લાગ્યા જેને 21 રાજકીય પક્ષોનો ટેકો મળ્યો.

READ ALSO

Related posts

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!