GSTV
Home » News » શિરડીમાં PM મોદી, કહ્યું- પુરોગામી સરકારનો લક્ષ્ય ફક્ત એક પરિવારનો પ્રચાર કરવાનો હતો

શિરડીમાં PM મોદી, કહ્યું- પુરોગામી સરકારનો લક્ષ્ય ફક્ત એક પરિવારનો પ્રચાર કરવાનો હતો

શિરડીના સાંઈ બાબાની સમાધિના એકસો વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે શિરડીમાં એક મોટા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન સમારંભમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા છે. સવારે દશ વાગ્યે વડાપ્રધાન મોદી શિરડીના એરપોર્ટથી સીધા સાંઈ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ પણ હાજર રહ્યા હતા. શિરડી ખાતે સાંઈ દરબારમાં વડાપ્રધાન મોદીએ માથું ટેક્વ્યું અને પૂજા-અર્ચના પણ કરી હતી. શિરડી સાંઈ મંદિરની વિઝિટર બુકમાં વડાપ્રધાન મોદીએ પોતાના વિચદારો પણ લખ્યા હતા. વડાપ્રધાન મોદીએ સાંઈબાબાની યાદમાં એક ચાંદીનો સિક્કો પણ જાહેર કર્યો હતો.

આ સિવાય વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી સોંપીને તેમની સાથે વાતચીત પણ કરી હતી. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ એક રેલીને પણ સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત મરાઠી ભાષામાં કરી હતી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ આપતા કહ્યુ હતુ કે તેમની કોશિશ રહે છે કે દરેક તહેવાર તેઓ દેશવાસીઓ સાથે મનાવે. વડાપ્રધાન મોદીએ સાંઈને યાદ કરતા લોકોની સેવા કરવાથી શક્તિ મળતી હોવાનું પણ જણાવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે સાંઈનો મંત્ર છે કે સબકા માલિક એક હૈ.. સાંઈ સમાજના હતા અને સમાજ સાંઈનો હતો. સાંઈના ચરણોમાં બેસીને ગરીબો માટે કામ કરવું સૌભાગ્યની વાત છે.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ છે કે કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે. પુરોગામી સરકારનું લક્ષ્ય માત્ર એક જ પરિવારનો પ્રચાર કરવાનું હતું. મોદીએ કહ્યુ છે કે તેમને ખુશી છે કે દશેરાના આ પાવન પ્રસંગે તેમને મહારાષ્ટ્રમાં દોઢ લાખ લોકોને તેમના ઘર સોંપવાનો મોકો મળ્યો છે. તેમના એવા ભાઈ-બહેન કે જેમના માટે પોતાનું ઘર હંમેએશા એખ સપનું રહ્યું છે. પુરોગામી સરકારોનું લક્ષ્ય માત્ર એક પરિવારનો પ્રચાર કરવાનું હતું. ઘર આપવાનું ન હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારે પોતાના આખરી ચાર વર્ષોમાં માત્ર 25 લાખ મકાન બનાવ્યા હતા.

પરંતુ તેમની સરકારે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં એક કરોડ પચ્ચીસ લાખ મકાન બનાવ્યા છે. જો પુરોગામી સરકાર હોત. તો આટલા મકાન બનાવતા વીસ વર્ષ લાગ્યા હોત. વડાપ્રધાન મોદીએ અહીં નવી ઈમારત, 159 કરોડ રૂપિયાના ખર્ચે એક વિશાળ શૈક્ષણિક ભવન, તારાઘર, સંગ્રહાલય, સાંઈ ઉદ્યાન અને થીમપાર્ક સહીતની મુખ્ય યોજનાઓનું ભૂમિ પૂજન પણ કર્યું છે.

 

સાંઈ સમાધિની શતાબ્દિ પર ટ્રસ્ટ દ્વારા આખું વર્ષ ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પહેલી ઓક્ટોબર-2017ના રોજ શતાબ્દિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ડિસેમ્બર-2017માં વૈશ્વિક સાંઈ મંદિર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું અને આખું વર્ષ નાના-મોટા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિરડીના સાંઈની પ્રસિદ્ધિ દૂર-દૂર સુધી છે અને આ પવિત્ર ધાર્મિક સ્થાન મહારાષ્ટ્રના અહમદનગરના શિરડી ગામમાં આવેલું છે. તમામ સમુદાયોમાં પૂજનીય સાંઈબાબાનું દેહાવસાન 1918માં દેશરાના દિવસે શેરડી ખાતે થયું હતું. શિરડીના સાંઈબાબાનું વાસ્તવિક નામ, તેમનું જન્મસ્થાન અને જન્મતારીખ કોઈ જાણતું નથી. જો કે સાંઈબાબાનો જીવનકાળ 1838થી 1918નો હોવાનું માનવામાં આવે છે.

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!