GSTV
Home » News » NRC બિલના વિરોધ પ્રદર્શનોના કારણે મોદીના ખાસ મિત્રએ ભારતનો પ્રવાસ ટાળ્યો

NRC બિલના વિરોધ પ્રદર્શનોના કારણે મોદીના ખાસ મિત્રએ ભારતનો પ્રવાસ ટાળ્યો

નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વિરોધ પ્રદર્સનો થઈ રહ્યાં છે, ત્યારે જાપાનના વડાપ્રધાન શિંજો આબે પોતાની ભારત મુલાકાત રદ કરી શકે છે. જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને વડાપ્રધાન મોદી વચ્ચે ગુવાહાટીમાં 15થી 17 ડિસેમ્બર વચ્ચે શિખર મુલાકાત થવાની છે. જો કે ભારત સરકાર સત્તાવાર રીતે આ મુલાકાતને લઈને કોઈ એલાન કર્યુ નથી.

બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત થશે કે નહીં તે અંગે પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કંઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ગુવાહાટીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવાના પ્રયાસની સાથો સાથ ભારત-જાપાન શિખર બેઠકના આયોજનની તૈયારીઓ પણ ચાલી રહી છે.

આ અંગેનો અંતિમ નિર્ણય સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. પ્રસ્તાવિત યોજના મુજબ જાપાનના વડાપ્રધાન શિંજો આબે 15થી 17 ડિસેમ્બર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. બંને નેતાઓ વચ્ચે 16 ડિસેમ્બરે ગુવાહાટીમાં આધિકારિક મંત્રણાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!