GSTV
India News ટોપ સ્ટોરી

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

રાજ્યમાં ચાલી રહેલી કટોકટીની સ્થિતિ દર ઘડીએ બદલાઈ રહી છે. મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવીને નવી સરકાર સ્થાપિત કરવાની હિલચાલને વેગ મળી રહ્યો છે. એકનાથ શિંદ જૂથે પોતાની પાસે બે તૃતિયાંશ શિવસેના વિધાનસભ્યો હોવાનો દાવો કરીને જૂથને માન્યતા આપવા માટે હાઈ કોર્ટમાં ધા નાખવાની તૈયારી કરી છે.

મહાવિકાસ આઘાડીને બચાવવા શિંદે સમર્થક વિધાનસભ્યોને અપાત્ર  ઠેરવવાની માગણી શિવસેનાએ કરી છે. બળવાખોર વિધાનસભ્યોને પાઠ શીખવવા શિવસેનાએ તેમની સામે કાર્યવાહીના પ્રયાસ શરૂ કર્યા છે. વ્હીપ પછી પણ બેઠકમાં હજારી નહીં આપનારા વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવામાં આવશે એવું શિવસેનાએ જણાવ્યું છે. અત્યાર સુધી કુલ ૧૭ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની માગણી કરાઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે વિધાનસભ્યના નાયબ સ્પીકર નરહરી ઝિરવાળને પવારની ખાસ સૂચના આપી છે. આ અનુસાર શિંદેને આઉટ કરવાનો પવારનો પ્લાન છે. શિવસેનાના ૩૦ સમર્થક આમદાર ગુવાહાટીમાં છે, પણ તેમને બહુમત સિદ્ધ કરવા મુંબઈ વિધાનસભામાં આવવું પડશે, ત્યારે શિંદેને રોકવાનો મહાવિકાસ આઘાડી સરકારનો પ્લાન હોવાનું કહેવાય છે.

આ પ્લાન નિષ્ફળ કરવા શિંદે જૂથે હાઈ કોર્ટમાં ધા નાખવાની તૈયારી કરી છે, આથી આ પ્રકરણે  હવેની હિલચાલનું કેન્દ્ર હાઈ કોર્ટ પણ રહેશે.અમારી પાસે ૪૦ શિવસૈનિક વિધાનસભ્ય છે અને ૧૨ અપક્ષ વિધાનસભ્યો છે. એવામાં લઘુમતીમાં હોવાથી જૂથનેતા બદલી શકાય નહીં, એમ પણ એકનાથ શિંદેએ જણાવ્યુ છે. વિધાનસભ્યોને અપાત્રે ઠેરવવા બાબતના પ્રકરણ પર તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર નહોવા માત્ર છે અકાદાને અપાત્ર ઠેરવવું એ હાસ્યસ્પદ અને ગેરકાયદે છે, એનું કોઈ પરિણામ વિધાનસભ્યો પર થશે નહીં, એવો દાવો તેમણે કર્યો છે.

READ ALSO

Related posts

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu

મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ

GSTV Web Desk
GSTV