GSTV
India News Trending

ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે

શિવાજી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના મંત્રીઓને કરેલી ખાતાંની વહેંચણી સામે તેમના જ જૂથના ધારાસભ્યોમાં ભારે અસંતોષ છે. મંત્રી બનેલા મોટા ભાગના ધારાસભ્યો ઉધ્ધવ સરકારમાં પણ મંત્રી હતા. તેમને લાગે છે કે, ઉધ્ધવ સરકારમાં તેમની પાસે વધારે મહત્વનાં ખાતાં હતાં એ જોતાં તેમનું ડીમોશન થયું છે. ભાજપને વધારે મહત્વનાં મંત્રાલય અપાયાં તેની સામે પણ આક્રોશ છે.

દાદા ભૂસે અને સંદીપનરાવ ભૂમરેએ પોતાને અપાયેલાં મંત્રાલય મુદ્દે શિંદે સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હોવાનો સૂત્રોનો દાવો છે. અબ્દુલ સત્તારને કૃષિ મંત્રી બનાવાયા તેની સામે પણ શિવસેનાના શિંદે જૂથમાં ભારે નારાજગી છે.

શિંદેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મહત્ત્વપૂર્ણ ગૃહ મંત્રાલય ઉપરાંત નાણા અને યોજના, કાયદા-ન્યાય, જળ-સંસાધન, ઊર્જા અને પ્રોટોકોલ વિભાગ પણ આપ્યા છે. તેના કારણે શિંદે જૂથના ધારાસભ્યોને લાગે છે કે, સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે જતું રહ્યું છે. શિંદેએ શહેરી વિકાસ વિભાગ સહિત 11 વિભાગો પોતાની પાસે રાખ્યા છે પણ બાકી રહેલાં મહત્વનાં મોટા ભાગનાં મંત્રાલય ભાજપને મળ્યાં છે.

Related posts

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL
GSTV